જામનગર : લેબ કંપનીની મહિલા એડમીન ઓફિસરે ૨૬ લાખની છેતરપીંડી આચરી, આવી રીતે

0
710

જામનગર : જામનગરમાં બસ સ્ટેશન પાસે આવેલ એક હોસ્પિટલમાં ખાનગી લેબ કંપનીની મહિલા એડમીન ઓફિસરે રૂપિયા ૨૬ લાખની ઉચાપત કરી હોવાની સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મહિલા કર્મચારીએ કંપનીનું માત્ર ૨૪ દિવસનું રૂપિયા ૬ લાખનું કલેક્શન અને આ જ પેઢી સાથે સંકળાયેલ અન્ય ત્રણ લેબના એક વર્ષના રૂપિયા વીસ લાખ જેટલી રકમ કંપનીમાં જમા નહી કરાવી બરોબાર સગેવગે કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે રામેશ્વરનગરમાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધી છે.

જામનગરમાં  સુમેર કલબ રોડ પર આવેલ વી.એમ શાહ હોસ્પીટલમા સ્ટર્લીંગ એક્યુરીસ વેલનેસ પ્રા.લી કંપનીની સ્ટર્લીંગ લેબોરેટેરીમાં એકાઉન્ટન્ટ અને એડમીન ઓફિસર તરીકે ફરજ બજાવતી જલ્પાબેન મનસુખભાઇ રાઠોડ રહે બ્લોકનં-૨૨ બી રામેશ્વરનગર સંસ્કારદીપ સોસાયટી કે.પી શાહની વાડીમાં રહેતી મહિલા છેલ્લા ત્રણ વર્ષથી કંપની સાથે જોડાયેલ છે. આ કંપની શહેરની અન્ય ત્રણ લેબોરેટરીનું પણ કામ કરે છે. ગત માસ તા.૧૪/૦૬/૨૦૨૦ થી તા.૦૭/૦૭/૨૦૨૦ સુધીમા કંપનીનું દરરોજનું કલેક્શન રૂપિયા .૬,૭૧,૪૧૧ પેઢીના એકાઉન્ટમાં જમા કરાવ્યું ન હતું. જયારે આ કપની સામે સંકળયેલ શહેરની અન્ય ત્રણ લેબોરેટરી તરફથી વર્ષ ૨૦૧૯-૨૦ના ગાળામાં આવક થયેલ રૂપિયા ૧૯,૩૬,૭૩૪ રકમ પણ કંપનીમાં જમા કરાવી ન હતી. આમ મહિલા કર્મીએ પોતાની જ કંપનીના કુલ રૂપિયા ૨૬,૦૮૧૪૫ની રકમ બારોબાર ઓળવી જઈ કપ્મની સાથે છેતરપીંડી કરી હતી. મહિલા કર્મચારીની  છેતરપીંડી અંગે કપનીના સેલ્સ મેનેજર કલ્પેશભાઇ  ગોપાલભાઇ સેંજલીયાએ સીટી એ ડીવીજન પોલીસમાં અરજી કરી હતી. દરમિયાન પોલીસ તપાસ બાદ મહિલાકર્મી સામે ગઈ કાલે પોલીસે આઈપીસી કલમ ૪૦૬,૪૦૮,૪૨૦ મુજબ ફરિયાદ નોંધી હતી. જેના આધારે પીએસઆઈ રાતીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here