જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ખોડા પીપર ગામે આઠ વર્ષ પૂર્વે પ્રેમ પ્રકરણમાં થયેલ યુવાનની હત્યા અને મૃતદેહને ફેકીને નાશી ગયેલ આરોપી આઠ વર્ષે પકડાયો છે. મધ્યપ્રદેશનો આ સખ્સ અહી વારદાત આચરી છેલ્લા કેટલાય સમયથી અમરેલી જીલ્લામાં મજુરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ખોડાપીપર ગામે વર્ષ ૨૦૧૨માં અમુક શ્રમિક સખ્સોએ એક યુવાનની કરપીણ હત્યા નીપજાવી મૃતદેહ જગલમાં ફેકી નાશી ગયા હતા. યુવતી સાથેના પ્રેમ પ્રકરણને લઈએ યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી. જે તે સમયે પોલીસ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા જયારે એક સખ્સ આ જ દિવસ સુધી ફરાર રહ્યો હતો.. મધ્યપ્રદેશના ધાર જીલ્લાના કુક્ષી તાલુકાના બાણદા ગામે રહેતો રાકેશ રાલુભાઈ ચોહાણ નામનો સખ્સ હત્યાને અંજામ આપી વતન નાશી ગયા બાદ છેલ્લા ઘણા વર્ષોથી અમરેલી જીલ્લામાં મજુરી કામ કરતો હતો. અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં એક ખેડૂતની વાડીએ ખેત મજુરી કરતા આ સખ્સના સગડ મળી જતા પેરોલ ફર્લો સ્કવોડે તપાસ અમરેલી-ધારી સુધી લંબાવી હતી જેમાં આરોપીને દબોચી લેવાયો હતો. આ કાર્યવાહી પેરોલ ફર્લો સ્કવોડના પીએસ આઈ એ એસ ગરચર અને સ્ટાફના એએસઆઈ હંસરાજ પટેલ, ચંદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બલોચ, મેહુલ ગઢવી, રણજીતસિંહ પરમાર અને સુરેન્દ્રસિંહ ચોહાણ અને નિર્મળસિંહ જાડેજા સહિતનાઓએ પાર પાડી હતી.