ધ્રોલ : ચકચારી ફાયરીંગ-હત્યા પ્રકરણ તાજું થયું, કેમ ?

0
1402

જામનગર : જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે ગત તા. ૬/૩/૨૦૨૦ના રોજ બપોરે ત્રિકોણ બાદ પાસેના એટીએમમાંથી પોતાની કાર તરફ પરત ફરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજા પર અજાણ્યા  સખ્સો ફાયરીંગ કરી નાશી ગયા હતા. ત્રણ સખ્સોએ દિવ્યરાજ પર આઠ-નવ રાઉન્ડ ધડાધડ ફાયરીંગ કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. જેમાં સ્થળ પર જ દિવ્યરાજનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપી એક કારમાં બેસી આરોપીઓ નાશી છૂટ્યા હતા. મોરબી પોલીસે નાશી છુટેલ આરોપીઓને પકડી જામનગર પોલીસને હવાલે કર્યા હતા. પડધરી ટોલ નાકે વાહન ચલાવવા બાબતે અનિરુદ્ધસિંહ ઉર્ફે અનીલ વિસુભા સોઢા સાથે થયેલ અગાઉ મનદુઃખને લઈને ભાડુતી માણસો રોકી દિવ્યરાજની હત્યા નીપજવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અનિરુધ્ધસિંહ ઉપરાંત ઘટનાને અંજામ આપનાર મુસ્તાક રફીક પઠાણની ધરપકડ કરી હતી. બીજી તરફ ફાયરીંગમાં શાર્પ શુટર તરીકેની ભૂમિકામાં રહેલ હરિયાણાના અજીત વીરપાલસિંગ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદારસિંહ ઠાકુરને આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજાએ બંને પરપ્રાંતીય શાર્પ શુટરને બહાર મોકલી દીધા હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસે બંને શાર્પશુટરને પકડી પાડ્યા હતા જયારે તેઓને ગુજરાત બહાર મોકલી દેનાર અને મર્ડર પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ બંને સખ્સો આજ દિવસ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી. ત્રણ મહિના થઇ જતા ચાર્જ સીટનો સમય આવી જતા તપાસ કરતા એલસીબી પોલીસે બંને સખ્સો સામે કોર્ટમાં અરજી કરી હતી. સીઆરપીસી ૭૦ મુજબ કોર્ટે અરજી માન્ય રાખી બંને આરોપી સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. જામનગર એલસીબીએ રાજ્યના તમામ જિલ્લાઓ તથા રાજ્ય બહારની પોલીસને બંને આરોપીઓ અંગેની યાદી તૈયાર કરી મોકલી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here