માવઠું : જીલ્લામાં એકથી પાંચ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો મુશીબતમાં, બે ડેમના દરવાજા ખોલાયા

0
757

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં ગઈ કાલે માવઠું થતા અનેક જીલ્લાભરના ખેડૂતો મુસીબતમાં મુકાઈ ગયા છે. ખેતરમાં ઉભેલ અને લણી નાખેલ મગફળીનો મોતાભાગનો પાક બગડી જવાની કગાર પર આવી ગયો છે. બીજી તરફ જીલ્લામાં માવઠાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી એકથી પાંચ ઇંચ જેટલી મુસીબત વરસાવતા બે ડેમના દરવાજા ખોલવાની નોબત સામેં આવી છે.

જામનગર જીલ્લામાં ગઈ કાલે મુસીબતરૂપી માવઠું પડતા ખરીફ પાકને વ્યાપક તારાજી સર્જી છે. જીલ્લામાં જયારે જામનગર તાલુકાના વસઈ ગામેં ચાર મીમી, લાખાબાવળમાં બે મીમી, મોટી બાણુંગારમાં બે ઇંચ, ફલ્લામાં અઢી ઇંચ, જામવંથલીમાં ત્રણ ઇંચ, ધુતારપરમાં બે ઇંચ, અલીયામાં બે ઇંચ અને દરેડમાં અડધો  ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જોડિયા તાલુકાના હડીયાણા ગામે દોઢ ઇંચ, બાલંભામાં અડધો ઇંચ, પીઠડ ગામે બે ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ધ્રોલ તાલુકાના લતીપર ગામે જીલ્લાનો સૌથી વધુ પાંચ ઇંચ, જાલીયા દેવાણી ગામે ત્રણ ઇંચ, લૈયારામાં પણ ચાર ઇંચ વરસાદ પડ્યો હોવાના પીએચસીના આકડા નોંધાયા છે. જયારે કાલાવડ તાલુકાનાં ખરેડીમાં એક ઇંચ, અને ભલસાણ બે ઇંચ તે વરસાદ પડ્યો હતો. જયારે જામ જોધપુર તાલુકાના ધ્રાફા અને પરડવા ગામે ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોળા ગામે સાડા ત્રણ ઇંચ, પડાણા, ભણગોર, મોટા ખડબા અને મોડપરમાં ઝાપટા જયારે ડબાસંગમાં સવા ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે.

જીલ્લામાં પડેલ એક થી માંડીને પાંચ ઇંચ વરસાદના પગલે વધુ એક વખત બે ડેમ ઓવરફલો થયા હતા. ગઈ કાલે જ ઉંડ એક અને બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેમાં ઉંડ એકના બે દરવાજા ચાર ફૂટ અને ઊંડ બે ડેમના ચાર દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here