VEDIO : સજા પામેલ MLA રાઘવજી કેસ અંગે બોલ્યા…અમને જોઈ હોસ્પિટલ અધિક્ષકે દરવાજો બંધ કરી દીધો અને પછી…..

0
1346

જામનગર : તેર વર્ષ જુના કેસમાં હાલના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ત્રણ પત્રકારો સહીત પાંચ સખ્સોને ધ્રોલ કોર્ટે તકસીરવાન ઠેરવી છ માસની સજા તેમજ રૂપિયા દસ હજારના દંડની જોગવાઈ કરી છે. તેર વર્ષ પૂર્વેના સરકારી મિલકતને નુકસાન પહોચાડવા સબંધિત કેસમાં કોર્ટે ધારાસભ્ય રાઘવજી પટેલ સહીત પાંચને ગુનેગાર જયારે ત્રણ સખ્સોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે છ માસની સજા બાદ ધારાસભ્ય સહીત પાંચેયને તાત્કાલિક જમીન મળી ગયા છે.  

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વર્ષ ૨૦૦૭માં ૧૬ જુલાઈના રોજ તાત્કાલિક કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સહિતનાઓ સામે હોસ્પિટલમાં તોડફોડ કરવા સબંધિત ફરિયાદ નોંધાઈ હતી. જેની સામે વર્ષ ફરિયાદ વિડ્રોઅલ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે અમાન્ય રાખી હતી. દરમિયાન તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ ટકોર મુજબ સાંસદ અને ધારાસભ્યો સામે ચાલતા ક્રિમીનલ કેશ દરરોજ ચલાવવાના હુકમને લઈને આજે ધારાસભ્ય રાઘવજી પટેલ સામેનો કેસ ધ્રોલ અદાલતમાં ચાલ્યો હતો. જે તે સમયે કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત નરેન્દ્રસિંહ  જાડેજા, પત્રકારો જીતુ શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને ગઈ કાલે કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જયારે સબ્બીર ચાવડા, પાચા વરુ અને લગધીરસિંહ જાડેજા સામેના આરોપો સાબિત નહિ થતા આ ત્રણને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં દોષિત ઠેરવેલ ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય આરોપીઓને છ માસની સજા અને રૂપિયા દસ હજારના દંડની સજા ફટકારી છે. સજાનું એલાન થતા જ પાંચેય આરોપીઓએ તરફથી તુરંત જ જામીન અરજી મુકવામાં આવી હતી જે અરજી કોર્ટે હાલ ગ્રાહ્ય રાખી છે અને પાંચેયને જમીન આપતા હાલ પુરતો જેલ વાસ ટળ્યો છે. ધારાસભ્ય રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર અમે પ્રજાલક્ષી રજૂઆત માટે ગયા હતા અને અમારી પર કેસ કરવામાં આવ્યો જો કે અમને કોર્ટ પર પૂરો ભરોષો છે, હવે અમે ઉપલી અદાલત એટલે કે સેસન્સ કોર્ટમાં આ અરજી કરશું.

જાહેર સંપતિને નુકસાન પહોચાડવાના કેસમાં છ માસની કેદ પામેલ ધારાસભ્ય રાઘવજી પટેલ આવું કહે છે….

જાહેર સંપતિને નુકસાન પહોચાડવાના કેસમાં છ માસની કેદ પામેલ ધારાસભ્ય રાઘવજી પટેલ આવું કહે છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here