ખાતર માથે દીવો : ચાર રૂપિયા વસુલવા સરકારી કચેરીએ ૨૨ રૂપિયાનો ખર્ચ કર્યો

0
912

જામનગરમાં આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા સીટી સર્વે કચેરી દ્વારા ધારાધોરણ મુજબના જવાબ આપવા માટે આરટીઆઈ એક્ટીવીસ્ટ પાસેથી ૪ રૂપિયાની મામુલી રકમ વસુલ કરવા માટે રૂ.૨૨નો ખર્ચો કરી નાખ્યાનો કીસ્સો સામે આવ્યો છે.

જામનગરમાં સરકારી તંત્ર દ્વારા ખાતર માથે દીવો કર્યા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સીટી સર્વે કચેરીમાં એડવોકેટ હિરેન ગુટકા દ્વારા અમુક બાબતોને લઈને માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી. દરમિયાન કચેરી દ્વારા અરજીના અનુસંધાને જવાબ આપવા માટે રૂ.૪ ભરપાઈ કરવાની રજીસ્ટર પોસ્ટ પત્ર પાઠવી જાણ કરી હતી. આ સરકારી તંત્ર દ્વારા અરજદાર પાસેથી રૂ.૪ વસુલવા માટે રજીસ્ટર પોસ્ટ પેટે રૂ.૨૨ ના સ્ટેમ્પ વાપરી સાડાપાંચ ગણો ખર્ચો કરી નાખ્યો છે. જેને લઈને સરકારના નાણાનો વ્યય થયો છે. આ બાબતે વકીલ દ્વારા સુપ્રીડેન્ટેનટ લેન્ડ રેકર્ડને એક પત્ર પાઠવી જવાબદાર કર્મચારી સામે પગલા ભરવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here