જામનગરમાં કોરોના બોમ્બ ફૂટ્યો, એક જ દિવસમાં છ દર્દીઓ પોઝિટિવ

0
718

જામનગર : જામનગરમાં ગઈ કાલે એક જ દિવસમાં વધુ છ  કોરોના પોજીટીવ કેસ નોંધાયો છે. જામનગરમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાંથી સવારે જામનગરની જીજી હોસ્પિટલની લેબમાં અઢીસો ઉપરાંત શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પરીક્ષણ અર્થે આવ્યા હતા. જેમાં જામનગરના જ છ દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. સતત બીજા દિવસે વધુ એક દર્દી પોજીટીવ દર્દી સામે આવતા ચિંતામાં વધારો થયો છે. બે દિવસ પૂર્વે જે પુરુષ દર્દી પોજીટીવ સામે આવ્યા હતા, એની જ બાવીસ વર્ષીય પુત્રીનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. આ યુવતી ધોરાજીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. પુત્રીના કારને પ્રથમ પિતાને સંક્રમણ થયું હતું ત્યારબાદ પુત્રીનો રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો.જયારે મુંબઈથી આવેલ બે દંપતીનો રીપોર્ટ પણ પોજીટીવ આવ્યો છે. આ ચારેય સભ્યો ગત તા. ૩૦મીના રોજ જામનગર આવ્યા છે અને હાલ હોમ ક્વોરેનટાઈન છે જયારે અબુધાબીથી ગઈ કાલે આવેલ અને હાલ સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્તાઈન રહેલ એક યુવાનનો સમાવેશ થયા છે. આ તમામને હાલ કોવિડ હોસ્પિટલમાં દાખલ  કરાયા છે.  હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં હાલ દસ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૬૧ દર્દીઓ નોંધાયા છે જેમાં ત્રણ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here