લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઇ જતા જામનગરની યુવતીએ કર્યું આવું કામ કે સળિયા ગણતી થઇ ગઈ

0
1145

જામનગર : જામનગર અને અમદવાદની બે યુવતીઓને વલસાડ એલસીબી પોલીસે દારૂની ખેપ મારતા પકડી પાડી છે. લોકડાઉનમાં પોતાનો ધંધો પડી ભાંગતા આ હાલત થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.

લોકડાઉનમાં અનેક ધંધા બંધ થઇ જતા અને આર્થિક સંકળામણ વધી જતા અનેક યુવા હૈયાઓએ જીવતરનો અંત આણ્યો છે. આ સમય છે ધીરજનો, સમજદારીનો, પરંતુ અનેક એવા પણ ચહેરા છે જે પોતાનો રસ્તો ભૂલી અસામાજિક ધંધાઓ પર નજર દોડાવી છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે વલસાડથી, અહી એલસીબીએ મુંબઈ પાલઘરથી આવતી જીજે ૦૧ આરવાય ૩૮૧૧ નંબરની કારને આંતરી લીધી હતી. આ કારની તલાસી લેતા અંદરથી રૂપિયા ૩૧૨૦૦ની કીમતનો ૨૧૬ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી કારમાં સવાર હેતલબેન રાજેન્દ્રકુમાર ભટ્ટ, રહે અમદાવાદ અને આરતીબેન ઈશ્વરભાઈ ગૌસ્વામી, રહે જામનગર વાળીઓને પકડી પાડી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત સામે આવી છે કે લોકડાઉનમાં પોતાનો ફોટોગ્રાફીનો ધંધો બાંધ થઇ જતા બંનેએ દારૂનો ધંધો શરુ કર્યો છે.
અહી વ્યક્તિ કે દારૂ અસ્થાને નથી. અહી છે મહત્વ છે સમયનું, કોઈ આફત માણસને ખરાબ રસ્તે જવા મજબુર કરે છે એવું આ બનાવ પરથી સ્પષ્ટ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here