અસલી મહિલા પોલીસકર્મી સાથે નકલી dyspએ સગાઇ કરી..ભાંડો ફૂટતા અંજામ આવો આવ્યો

0
1460

જામનગર : ભાવનગર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મચારીની અમદાવાદના dysp સાથે સગાઇ થયા બાદ મંગેતર નકલી પોલીસ અધીકારી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેણીના પરિવારજનોએ સગાઇ તોડી નાખતા જે તે નકલી પોલીસ અધિકારીએ તેણીને તથા તેની સાથ આપતા લોકોને હેરાન કરવાનું શરૂ કરતા આખરે આ પ્રકરણ પોલીસમાં પહોચ્યું છે.

પહેલાના સમયમાં સગાઇ વખતે યુવાન અને યુવતી અંગેની અનેક બાબતો છુપાવવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ નજર સામે છે. ત્યારે અત્યારના યુગમાં આવો કિસ્સો બને તો કેવું અજુગતું લાગે નઈ ? જી હા આવો જ કિસ્સો સામે આવ્યો છે ભાવનગરમાંથી જ્યાં રેલ્વે પોલીસમાં ફરજ બજાવતી સ્નેહલ કાતરિયાની સગાઇ અમદાવાદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા દિનેશ મહેરિયા મૂળ સુરેન્દ્રનગર, વઢવાણ વાળા સાથે થઈ હતી. દરમિયાન દિનેશને અમદાવાદ પોલીસે નકલી ડીવાયએસપી તરીકે પકડી પાડ્યો હતો. જેને લઈને એક જ મહિનામાં યુવતીના પરિવાજનોએ સગાઇ તોડી નાખી હતી. મહિલા પોલીસકર્મીના પરિવારજનોએ આવું કરતા દિનેશએ હેરાન કરવાનું શરુ કર્યું હતું. સ્નેહલને મોબાઈલમાં અશ્લીલ મેસેજ કરી તેમજ તેને સાથ આપનાર લોકોને સામે પણ આરટીઆઈ કરી પજવણી શરુ કરી હતી. આ બાબતને લઈને તેણીએ રેલ્વે પોલીસમાં આરોપી દિનેશ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પગલે પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here