જામનગર : રાજકોટ અને ચોટીલા સહીતના જુદા જુદા શહેરોમાંથી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જીવતર ધૂળધાણી કરનાર લંપટ શિક્ષક આખરે હરિયાણાથી સરદારજીના વેસમાં પકડાઈ ગયો છે. આ સખ્સ માથે મુંબઈ સીબીઆઈએ પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું હતું. યુવતીઓને ભગાડી જવાના કિસ્સામાં આજીવન સજા પામેલ લંપટ શિક્ષક બે વર્ષ પૂર્વે પેરોલ પર છૂટી ચોટીલાની યુવતીનું અપહરણ કરી ગયો હોવાનું સામે આવ્યું હતું.
નામ છે ધવલ ત્રિવેદી, ભૂલી તો નથી ગયા ને? હા, એ જ લંપટ શિક્ષક જેને નવ નવ યુવતીઓને ભગાડી હતો. શિક્ષકના વેસમાં સેતાનની ભૂમિકામાં રહેલ આ સખ્સ મીઠી મીઠી વાતો કરી સગીરા અને યુવતીઓને આકર્ષતો હતો અને પછી સમય મળ્યે તે જ સગીરા કે યુવતીને ભગાડી જતો હતો. પોતાની પાસે અભ્યાસ માટે આવતી યુવતી-સગીરાઓને આસાનીથી માયાઝાલમાં ફાસાવી લેતો હતો. પડધરીની એક સાથે બે સગીરોને ભગાડી જવાના ગુનામાં પકડાયેલ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ સારી વર્તણુકને લઈને કોર્ટે તેના પેરોલ મંજુર કર્યા હતા. પરંતુ તે પરત નહી ફરી ચોટીલા ખાતે એક ટ્યુશન ક્લાસીસ સાથે જોડાઈ ગયો હતો ત્યાં અભ્યાસમાં આવતી એક વેપારીની દીકરી પર નજર બગડી આ સખ્સ બે વર્ષ પૂર્વે જ યુવતીને ભગાડી ગયો હતો ત્યારથી આ સખ્સ ફરાર હતો.
આ કેશની મુંબઈ સીબીઆઈ તપાસ ચલાવી રહી હતી. ત્યાં આજે હરિયાણા ખાતેથી સરદારજી બની ગયેલ આરોપી પાજીના વેસમાં પકડાઈ ગયો હતો. સીબીઆઈએ આ આરોપી સામે પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું હતું.