વાહન અભિપ્રાય રીપોર્ટમાં ASIએ વાધુકા બની PSIની સહી કરી નાખી, પછી બની ગયા તહોમતદાર

0
1735

મહેસાણા : મહેસાણા પોલીસ વિભાગના લાધણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એએસઆઈએ વાહન પરત મેળવવાના રીપોર્ટમાં પીએસઆઈના બદલે પોતે જ સહી કરી દેતા હોદ્દો નહી  હોવા છતાં હોદ્દાનો દુર ઉપયોગ કર્યો હોવાની પોતાના જ પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાઈ છે.

ઘટના એવી છે કે મહેસાણા જીલ્લાના લાધણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ મયુરસિંહ દોલતસિંહએ પ્રોહીબીશનના ગુનાના કામે કબજે કરવામાં આવેલ વાહન પરત મેળવવા માટે તહોમતદારોને અભિપ્રાય રીપોર્ટ કરી આપ્યો હતો. પ્રોહીબિશનના ગુનામાં વાહન છોડવાનો અભિપ્રાય લખવાની સત્તા નહીં હોવા છતાં એએએઆઈએ ખોટો અભિપ્રાય બનાવી આપ્યો હતો. જેમાં પીએસઆઈ નામે સહી કરવામાં આવી હતી. આ સહી મયુરસિંહે કરી હોવાનું સામે આવ્યું હતું.  આ બાબત પીએસઆઈને ધ્યાને આવી હતી. જેને લઈને તેઓએ પોતાના જ પોલીસ દફતરમાં ફરજ બજાવતા એએસઆઈ મયુરસિંહ સામે હોદ્દા નો દુરુપયોગ કરવા બદલ ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઈને પોલીસબેડામાં પણ વ્યાપક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શહેરમાં થતી ચર્ચા મુજબ એએસઆઈએ વાહનના અભિપ્રાયમાં મીઠી નજર રાખી કાયદો હાથમાં લીધો છે. જો કે આ બાબતની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફરિયાદ દાખલ થયાની જાણ થતા જ એએસઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here