જામનગર : દેવભૂમિ દ્વારકા જિલાના મીઠાપુર નજીક શનિવારે રાત્રે ઓખા-દ્વારકા હાઈવે રોડ પર આવેલ સ્કુલ પાસેના રોડ પરથી નીચે ઉતરી બાજુના કુવામાં ખાબકતા સર્જાયેલ કમકમાટી ભર્યા અકસ્માતમાં એકનું મૃત્યુ નીપજ્યું છે. જયારે ચાલકને ઇંજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક અને ઘાયલ બંને ટાટા કંપનીમાં સાથે જ સિક્યોરીટીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુર નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં મીઠાપુર ખાતેની ટાટા કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા નિવૃત આર્મીમેન પરાક્રમસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ ઉવ ૪૩ અને તેની સાથે જ નોકરી કરતા બાલક્રિશ્નન નામના સિક્યુરીટીમેન બુલેટ પર બેસી દ્વારકા અને ઓખા વચ્ચેના ધોરી માર્ગ પરથી પસાર થતા હતા. દરમિયાન અક્ષરા સ્કુલ પાસે એક નાનો ખાડો આવતા બુલેટ સ્લીપ થઇ ગઈ હતી અને રોડ નીચે ઉતરી બાજુના કુવામાં ખાબકી હતી
આ અકસ્માતમાં બુલેટ પાછળ બેઠેલ બલાક્રીસનન બુલેટ પરથી ઉલળી કુવામાં પડી ગયા હતા અને ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે પરાક્રમસિંહને પણ હાથ અને વાંસાના ભાગે ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી બાઈક ચાલક પરાક્રમસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.