પાકિસ્તાનમાં પ્રજા તો સુરક્ષિત નથી પણ લોકશાહીની ચોથી જાગીરના બેખધારી પણ સુરક્ષિત નથી, કેમ કે ગઈ કાલે બલુચિસ્તાનમાં સરકારી ટીવી ચેનલમાં કાર્યરત એક મહિલા રિપોર્ટર કમ એન્કરને દિનદહાડે ધડાધડ ફાયરીંગ કરી હત્યા નીપજાવી દેવામાં આવી છે.
પાકિસ્તાનમાં મીડિયા અને મીડિયાકર્મીઓ સુરક્ષિત છે એમ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યાના ટૂંકા ગાળામાં વધુ એક પત્રકારની ક્રૂર હત્યા નિપજાવવમાં આવી છે. ગઈ કાલે શનિવારે બલુચિસ્તાન ના તુરબતમાં રહેતી અને સ્થાનિક સરકારી ન્યુજ ચેનલમાં એન્કર કમ રિપોર્ટર તરીકે ફરજ બજાવતી શાહીના શાહીન ઉવ ૨૭ પર અંધાધુંધ ગોળીબારી કરી ક્રૂર રીતે હત્યા નીપજાવી હત્યારાઓ નાશી ગયા હતા. આ વર્દાતનો ભોગ બનેલ શાહીનાને કોઈ અજાણ્યો સખ્સ હોસ્પિટલ છોડી નાશી ગયો હતો. ઉલ્લેખનીય છે કે શાહીની ગત વર્ષે જ તુરબત ખાતે બદલી થઇ છે. બીજી તરફ હત્યારાઓને શોધવામાં પોલીસ લાગી ગઈ છે. હત્યારાઓ સામે આવ્યા બાદ જ વારદાતનું કારણ બહાર આવશે. પાકિસ્તાનમાં છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારોની હત્યાનો સિલસિલો શરુ થયો છે છેલ્લા ૨૮ વર્ષમાં ૬૧ પત્રકારોની હત્યા નીપજાવવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન કહે છે કે મીડિયા અને મીડિયાકર્મીઓ સુરક્ષિત છે એ કેટલું વ્યાજબી કહેવાય ?