જામનગર : ધ્રોલ નજીક કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં પટેલ પરિવારની એક સગીર કિશોરી સહીત ત્રણના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજતા અરેરાટી પ્રશરી ગઈ છે. હાલ રાજકોટ રહેતો પરિવાર ધ્રોલ તાલુકાના સોયલ ગામે ધાર્મિક પ્રસંગે આવતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો છે. અન્ય બે ઘવાયેલ ચાલક સહિતને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ જામનગર ધોરી માર્ગ વધુ એક વખત મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો છે. પટેલ પરિવારમાં શોક જન્મવનાર બનાવની વિગત મુજબ, આજે બપોર બાદ રાજકોટ- જામનગર ધોરી માર્ગ પરના ધ્રોલ નજીક જાયવા ગામ પાસે એક ધાર્મિક સ્થળ નજીક પસાર થતી એક કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માતમાં મૂળ ધોરાજીના અને હાલ રાજકોટ રહેતા પટેલ પરિવારના કમલેશભાઈ બાબુલાલભાઈ દલસાણીયા ઉવ ૩૮ તથા તેમની પુત્રી પરી ઉવ ૧૪ અને ચેતનાબેન ઈલેશભાઈ દલસાણીયા ઉવ ૪૩ વાળાઓને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ત્રણેયના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. જયારે ચાલક સહીત અન્ય બેને ઈજાઓ પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતક કમલેશભાઈ મૂળ ધોરાજી તાલુકાના પરાપીપળીયા ગામના છે અને હાલ તેઓ રાજકોમાં ઉમિયા ચોક ગોકુલ ધામમાં રહે છે. જયારે તેમના જ પરિવારના મૃતક ચેતનાબેન કસ્તુરી એવન્યુમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. હતભાગી પટેલ પરિવાર ધ્રોલ તાલુકાના જયવા ગામે એક ધાર્મિક પ્રસંગે હાજરી આપવા આવતો હોવાનું ધ્રોલ પીએસઆઈ ચેતન કાટેલિયાએ જણાવ્યું છે.