જામનગર : જામનગરના ધારાસભ્ય અને રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત બન્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. સામાન્ય લક્ષણો જણાતા તેઓએ અમદાવાદમાં પરીક્ષણ કરાવ્યું છે. હાલ તેઓ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જામનગરના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના અન્ન, નાગરિક અને પુરવઠા તેમજ કુટીર ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા)ને કોરોનાનાં પ્રાથમિક લક્ષણો જણાતા તેઓએ અમદાવાદ ખાતે સારવાર લઈ પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ અમદાવાદ જ હોસ્પિટલમાં ભરતી થયા છે. તેઓએ જાહેર અપીલ કરી છે કે, છેલ્લા એક સપ્તાહમાં સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓએ ફરજીયાત રૂપોર્ટ અથવા સેલ્ફ ક્વોરેન્ટાઇન થઈ જવા સૂચન કર્યું છે. જો કે પોરની તબિયત એકદમ સારી હોવાનું તેઓએ જણાવી તમામે તકેદારી રાખવા જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી રાજ્ય મંત્રી સતત પ્રવૃત્તમય છે. જામનગર આરોગ્ય તંત્ર- વહીવટી પ્રસાસન અને રાજ્ય સરકાર વચ્ચે એક સાંકળ બની કામ કર્યું છે.
રાજ્યના પ્રથમ મંત્રીની સાથે આજે અમદાવાદના ભાજપના સાંસદ, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.