જામનગર: હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ આગાહી પૂર્વે જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. જામનગર જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં અડધો થી બે ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં જામનગર અને જામજોધપુરમાં અડધો-અડધો ઇંચ, કાલાવડ અને ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદ, જોડીયામાં બે ઇંચ અને લાલપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
જીલ્લાના મોષમના કુલ વરસાદની વાત કરીએ તો, જામનગરમાં ૬૧૬ મીમી, કાલાવડમાં ૧૦૭૧મીમી, ધ્રોલમાં ૬૫૨મીમી, જોડિયામાં ૫૮૮મીમી, લાલપુરમાં ૯૧૩મીમી અને જામજોધપુરમાં ૧૦૮૩મીમી વરસાદ પડ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં કલ્યાણપુરમાં ચાર ઇંચ, ખંભાલીયામાં દોઢ ઇંચ , ભાણવડમાં બે ઇંચ, દ્વારકામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો, જેમાં વર્તુ ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. જયારે આ સીજનની વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકા મથકે ૧૫૪૧ મીમી, ખંભાલીયામાં ૧૭૮૦ મીમી, ભાણવડમાં ૧૫૩૨ મીમી, દ્વારકામાં ૯૫૬ મીમી વરસાદ નોંધાયો છે.