જામનગર : પ્રણામી ધર્મ પ્રચારકને ૨૮ લાખનો ધુંબો મારતો ચિટર, આવી છે છેતરપીંડી

0
736

જામનગર : બુધવારે રિલાયન્સના કર્મચારી સાથે થયેલ ઠગાઈ સામે આવી ત્યાં બીજા જ દિવસે પ્રણામી સંપ્રદાયના પ્રચારક સાથે થયેલ લાખો રૂપિયાની છેતરપીંડીનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઉતરપ્રદેશના સખ્સ સામે ઠગાઈની ફરિયાદ નોંધી છે. આવી રીતે કરવામાં આવી છે ઠગાઈ

શહેરના ખંભાલિયા નાકા પાસે આવેલ ખીજડા મંદિર પરીશરથી છેતરપીંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેની વિગત મુજબ પ્રણામી સંપ્રદાયના ખીજડા મંદિરમાં રહેતા અને પ્રણામી ધર્મ પ્રસાર પ્રચારકની ભૂમિકા ભજવતા કૃષ્ણ નરબહાદુર સાથે ઉતરપ્રદેશના સખ્સે છેતરપીંડી આચરી છે. ગયા વર્ષે તા.૧૩/૦૬/૨૦૧૯થી શરુ થયેલ આ સિલસિલો છેક આઠ-નવ માસ સુધી ચાલ્યો હતો. જેમાં ઉતરપ્રદેશના બીધુના જીલ્લાના જલાલપુરના નારાયણ હાકીમલાલ નામના ચાલક સખ્સ સાથે પ્રચારક સાથે સંપર્કમાં આવ્યા હતા. આ ઠગબાજે સેવાધર્મ કરતા યુવાનને મ્યુચ્યુલ ફંડમાં નાણા રોકવાની સલાહ આપી હતી મોટું વળતર મળવાનું કહ્યું હતું. ઠગ આરોપીએ કૃષ્ણ શાસ્ત્રી સાથે ૮૦૦૬૭૦૪૨૮૬ તથા ૭૦૧૭૦૮૦૭૪૫ તથા ૮૦૦૪૭૯૨૭૧૨ અને ૬૩૯૨૧૦૪૨૧૩ નંબર પરથી જુદા જુદા દિવસે વાતચીત કરી, એક્સીસ બેંક મ્યુંચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા લાલચ આપી હતી. જેને લઈને પ્રણામી ધર્મ પ્રચારકે રૂપિયા ૨૮,૨૮૦૦૦ની રકમ નેટ બેન્કીગ દ્વારા આ ઠગના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. જો કે આ સખ્સે મોટી રકમ એકસીસ બેંક મ્યુચ્યુલ ફંડમા જમા કરાવવાના બદલે પોતાનાં અંગત ફાયદા માટે પોતાના બેંકના ખાતામા નાણા જમા કરી વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારબાદ પ્રચારક સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. જેને લઈને ગઈ કાલે કૃષ્ણ શાસ્ત્રીએ ઠગ સામે સીટી એ ડીવીજન પોલીસમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઉતરપ્રદેશના સખ્સ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here