જામનગર : પતિ-પત્નીના સબંધોમાં વિશ્વાસ સૌથી અગત્યની બાબત છે. જયારે આ વિશ્વાસ તૂટે છે ત્યારે અનિષ્ટ બાબત જન્મ લેતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી જ્યાં એક પતિએ લાખો રૂપિયા દહેજમાં પડાવી લીધા પછી પતિએ પત્ની પાસે બળજબરી પૂર્વક કબુલાતનામું લખાવી લીધું, પરિણીતા આ તમામ બાબતોને લઈને પોલીસ દફતર પહોચી ગઈ અને પતિ સામે સ્ત્રી અત્યાચાર ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરાવી દીધી છે.
દંપતી જ સમાજની ધુરા છે. બંને પર જ સમાજ ટકી રહ્યો છે. પરતું અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ પત્ની પર ત્રાસ ગુજારી એવો માનસિક ત્રાસ આપ્યો કે કોઈ સ્ત્રી સાખી ન શકે, બાપુનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ આજે સ્થાનિક પોલીસ દફતરમાં પોતાના પતી સામે રૂપિયા છ લાખનું દહેજ પચાવી પાડી, બળજબરી પૂર્વક એક કાગળમાં કબુલાતનામું લખાવ્યું છે. હું ચરિત્રહીન છું. મારા અન્ય પુરુષો જોડે સબંધો છે એમ પતિએ પત્ની પાસે લખાવી દુખ ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ તેણીએ તેના પતી વિરુદ્ધ નોંધાવી છે.
તેણીના વર્ષ ૨૦૧૬માં રાજસ્થાનના ઉદેપુરના એક પોતાની જ જ્ઞાતિના યુવાન સાથે લગ્ન થયા હતા. ત્યારેબાદ લગ્ન જીવનના ગાળા દરમિયાન એક પુત્ર અને એક પુત્રી સંતાનરૂપે અવતર્યા છે. લગ્ન જીવનના ગાળા દરમિયાન તેણીને પતી સહિતના સાસરીયાઓએ સમયાંતરે દહેજની માંગણી કરી રૂપિયા ૬ લાખ પડાવી લીધા હતા અને પતિએ ઉપરોક્ત હરકતો કરી હતી. જેને લઈને તેણીની અમદાવાદ રહેતા પિયરમાં આવી ગઈ હતી અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.