અરેરાટી : …આખરે જામનગરના એ યુવાને ગળાફાસો ખાઈ લીધો !!

0
703

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાને ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. થોડા સમયથી બીમાર રહેલ યુવાને આખરે બીમારી સામે ઘૂંટણ ટેકવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયુ છે.

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં જલારામપાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા કમલેશભાઈ હંસરાજભાઈ રાઠોડ ઉવ ૩૫ નામના યુવાને પોતાના ઘરે સવાર સુધીના ગાળામાં ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. એક-દોઢ મહિનાથી છાતીમાં દુખાવો થતો હતો અને ચક્કર પણ આવતા હતા. લાંબી સારવાર બાદ પણ યુવાનની તબિયતમાં સુધારો નહી થતા આ પગલું ભરી લીધું હોવાનું તેના મોટા ભાઈએ જાહેર કર્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here