‘આંધળી ચાકળ’ની તસ્કરીનો પર્દાફાસ, જાણો, કેવી છે સમાજમાં ગેર માન્યતા

0
741

જામનગર : વનતંત્રએ આજે રેન્જર દિવસ છે. વન તંત્રના બહુ ઓછા એવા રેન્જર છે જેનું નામ લઇ શકાય. પરતું એવા પણ અનેક અધિકારીઓ અને કર્મચારીઓ છે જે ખરેખર રેન્જરની ભૂમિકા ભજવી નામના પ્રાપ્ત કરી છે. આજે જ વન તંત્રના રેન્જર્સએ પોતાની ભુમિકા બખૂબી બજાવી ગેરકાયદે આંધળી ચાકળનું ગેર કાયદે લે-વેચ કરતી ટોળકીને પકડી પાડી છે.

વડોદરા વન વિભાગ દ્વારા આજે બનાવતી ગ્રાહક ઉભો કરી આંધળી ચાકળ (સાપની એક જાત)નું ગેર કાયદેસર તસ્કરી કરી વેપાર કરતી ટોળકીનો પર્દાફાસ કર્યો છે. ડમી ગ્રાહક સાથે મળી રૂપિયા ૪૫ લાખમાં સોદો ફાઇનલ કર્યો હતો. હાલ પર સોસાયટીમાં એવી અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે આ જાતના સાપ તાંત્રિક વિધિ અને ઘરમાં રાખવાથી સુખ સંપતીમાં વધારો કરે છે. વન તંત્રએ વડોદરા અને ડભોઈના પાંચ સખ્સોને પકડી પાડયા છે આ ટોળકી દ્વારા આંધળી ચાકણની  તસ્કરી કરી ગેરકાયદે વેચાણ કરતા હોવાની પ્રાથમિક કબુલાત કરવામાં આવી છે.

આંધળી ચાકળ અથવા આંધળી ચાકણ એ દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળતો એક જાતનો બિનઝેરી સાપ છે. આ સાપ ઇરાન, પાકિસતાન અને ભારતમાં જોવા મળે છે. આ સાપની કોઇ પેટા જાતી શોધાઇ નથી[૨]. તે ભારતીય ઉપખંડમાં સોથી વધુ જોવા મળે છે તેમ જ સરિસૃપ વર્ગમાં આવે છે. આ સાપને “બે મોઢાવાળા સાપ” તરીકે પણ ઓળખાય છે. ભારતમાં આ સાપ તમિલનાડુઆંધ્ર પ્રદેશકર્ણાટક તથા વાયવ્ય ભાગના સૂકા વિસ્તારોમાં તે બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રેતાળ તેમ જ રણ જેવા સૂકા પ્રદેશમાં રેતી પર તે સરળતાથી સરકી શકે છે.

આ સર્પ પૃખ્તવયના થાયતો પણ બે ફીટથી લાંબા થતા ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક ૩ ફીટ (૯૧ સે.મી.) જેટલા લાંબા નમુના જોવા મળ્યા છે. માથુ ફાચર આકારનું અને સાંકડા નસકોરાવાળું અને અત્યંત જીણી આંખો વાળુ હોવાને લીધે જમીનમાં દર બનાવવા માટે અનુકુલન સાધેલું શરીર છે. નાના ભીંગડાવાળુ નળાકાર શરીર હોય છે. પુછડી બુઠ્ઠી, ગોળાઇવાળી, અને શરીરથી જુદી ન દેખાય એવી હોય છે જેથી સર્પ ટૂંકો લાગે છે. રતાશ પડતા કથ્થાઇથી ફીક્કા-પીળાશવાળા રાતા રંગમાં આ પ્રજાતિ જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ સરીસૃપ પ્રાણીઓ વિષે હજુ ગેર માન્યતા પ્રચલિત છે. આંધળી ચાકણ (રેડ સેન્ડ બોઆ)ને ઘરમાં રાખવાથી ધનવાન થવાય જેવી ગેરમાન્યતાને કારણે ગેરકાનૂની રીતે દોઢ થી બે લાખ રૃપિયામાં વહેચાય છે. આ ઉપરાંત સાપની કાચળીને લગતી, નાગમણી, ઇચ્છાધારી નાગ, બે મોઢાવાળા નાગ તેમજ સાપ દૂધ પીવે છે તેવી લોકોમાં ગેરમાન્યતા રહેલી છે તે દૂર થવી જોઇએ એમ તજજ્ઞો સલાહ આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here