જામનગર : આખરે એક સપ્તાહથી દેશભરમાં જેની ધુમ મચી છે તે રાફેલ અંબાલા આવી પહોચ્યા છે, આમ તો રાફેલ વિષે ઘણી બધી વાત થઇ ગઈ છે. પંરતુ મોટાભાગના મીડિયામાં ભારેખમ શબ્દાવલી દ્વારા રાફેલની સમજ આપવામાં આવી છે ત્યારે જામનગર અપડેટ્સ ખાસ સરળ ભાષામાં લઈને આવ્યું છે રાફેલનો રોફ, સામાન્ય જન પણ સમજી શકે એટલી સરળ ભાષામાં,
ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની દ્વારા બનાવવામાં આવેલ રફાલ એક યુદ્ધ વિમાન છે. જેમાં યુદ્ધના સમયે જુદી જુદી ત્રણ મિસાઈલ લોન્ચ થઇ શકશે. હવાથી હવામાં માર કરી શકે એવી મીટિયોર મિસાઈલનો સમાવેશ થાય છે. આ મિસાઈલ 150 કિમી દૂર દુશ્મનના વિમાનનો ખાત્મો કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત હવામાંથી (આકાશમાંથી) જમીન પર પ્રહાર કરી શકતી સ્કાલ્પ મિસાઈલનો સમાવેશ થાય છે. આ મિસાઈલ 300 કિમી દૂર દુશ્મનની સેના પર આક્રમણ કરવા સક્ષમ છે. તેમજ ત્રીજી છે હેમર મિસાઈલ, આ મિસાઈલ નજીકના અંતરના નિશાન પર હવાથી જમીન પર વાર કરવાની ક્ષમતા ધરાવે છે.
મિસાઈલની વાત કરીને પાડોશી શત્રુ દેશની સરખામણી કરવામાં આવે તો, પાકિસ્તાન પાસે અમેરિકન એફ-૧૬ જેટ તો માત્ર એક જ એમરોમ મિસાઈલ વહન કરી શકે છે. એ પણ માત્ર 100 કિમી દૂર હવાથી હવામાં પ્રહાર કરી શકે છે. બીજી તરફ ચાઈનાના જે-૨૦ વિમાન હવાથી હવામાં છેક ૩૦૦ કિમી પ્રહાર કરવા સક્ષમ છે. ભારતે રાફેલને હેમર મિસાઈલથી સજ્જ કરવાની કરેલી જાહેરાત બાદ ચાઈનામાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે મરચા લાગી જતા ચીને ઓછા અંતરના આકાશથી જમીન પર વાર કરી શકે એવી મિસાઈલથી જે-૨૦ યુદ્ધવિમાનને સજ્જ કરવાની જાહેરાત કરી છે.
રાફેલ માત્ર એક જ મિનીટમાં 18 હજાર મીટરની ઊંચાઈએ પહોચી શકે છે જયારે પાકિસ્તાનના એફ-૧૬ પણ એક મિનીટમાં 15,240 મીટર J-20 એક મિનિટમાં 18,240 મીટરની ઊંચાઈ સર કરી શકે છે. જો કે ઝડપની બાબતે દેશના બંને પાડોશી દેશોના જેટની સરખામણીએ રાફેલ વધુ પ્રબળ છે. રાફેલની સ્પિડ 2450 કિમી પ્રતિ કલાકની છે. જયારે એફ-૧૬ની ઝડપ 2414 કિમી છે, જ્યારે ચાઈનાની ઝડપ જે-૨૦ની ઝડપ 2100 કિમી પ્રતિ કલાક છે. ત્રણેયની સરખામણીએ રાફેલ બેહતર છે. રાફેલ બંનેની સરખામણીએ અવાજની ગતિ કરતાં બમણી ગતી ધરાવે છે. રાફેલએ એક માત્ર એવું જેટ છે જે ઓમ્ની પ્રકારનું યુદ્ધવિમાન છે. આ પ્લેન પહાડના અત્યંત પાતળા કે સાંકડા રન-વે કે વિમાનવાહક જહાજ પર પણ લેન્ડ થઈ શકે છે, આ ક્ષમતા બંને પાડોશી દેશ પાસે નથી.
રાફેલ વિમાનમાં એક વાર ફ્યુઅલ ભર્યા પછી તે 10 કલાક સુધી હવામાં રહી શકે છે. આ એફ-૧૬ અને આઠ કલાક અને પી-૨૦ જેટ માત્ર 10 કલાકની સિંગલ ફ્યુઅલિંગ સુધી ઉડી શકે છે.રાફેલની રડાર સિસ્ટમ 100 કિમીની ત્રિજ્યામાં 40થી વધુ લક્ષ્યાંકોને ઓળખીને તેના પર પ્રહાર કરી શકે છે. F-16ની રડાર ક્ષમતા 65 કિમી જ્યારે J-20ની રડાર સિસ્ટમ 80 કિમીની મર્યાદામાં 25 લક્ષ્યાંકો પૂરતી મર્યાદિત છે.
પોતાના ઉડ્ડયનસ્થાનથી જેટલે દૂર જઈને વિમાન હવાઈપ્રહાર કરી શકે તેને કોમ્બેટ રેડિયસ કહેવામાં આવે છે. રાફેલની કોમ્બેટ રેડિયસ 3700 કિમી છે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ હરિયાણાના અંબાલા ખાતે તહેનાત થનાર રાફેલ અંબાલાથી 3700 કિમી દૂર જઈને પ્રહાર કરવા સક્ષમ છે. અંબાલા અને ચીનના પાટનગર બેજિંગ વચ્ચેનું અંતર 3720 કિમી જેટલું છે. એટલે કહી શકાય કે અંબાલા કે પૂર્વ સરહદ પર તહેનાત થયેલ રફાલની પહોંચ છેક ચીનના પાટનગર સુધીની છે. તેની સરખામણીએ પાકિસ્તાનના યુદ્ધવિમાન F-16ની કોમ્બેટ રેડિયસ 4200 કિમી છે જ્યારે ચીનનું ચેંગ્ડુ J-20 3400 કિમીની કોમ્બેટ રેડિયસ ધરાવે છે.
રાફેલ એક એવું યુદ્ધ વિમાન છે જે પોતાના વજનથી દોઢ ગણો બોજ ઉપાડવા સક્ષમ છે અને વિશ્વનું એકમાત્ર જેટ એવી છે છે કે જેની ઊંચાઇ 5.3 મિટર, પહોળાઇ 10.9 મિટર, લંબાઇ 15.3 મિટર અને 450 મીટરના એરિયામાં લેન્ડિંગ કરી શકે છે. પોતાના વજનથી દોઢ ગણો વજન લઇ જવા માટે એક માત્ર સક્ષમ યુદ્ધ વિમાન છે.
સામાન્ય સંજોગોમાં એટેલે કે હથિયારો વિનાના રાફેલનું વજન 11 ટન છે જયારે આ વજન ઉપરાંત પણ વિમાનમાં 16 ટન વજનના બોમ્બ, મિસાઇલો અને ઇંધણ તમામ લોડ કરી શકાય છે.યુદ્ધની સ્થિતિમાં આ વિમાન 50 કિ.મી.ની રેન્જ સાથેની મિસાઈલ લોન્ચ કરી લક્ષ્ય પ્રમાણે પોતાનો રસ્તો નક્કી કરી શકે છે. આ વિમાન સાથે મીટિયોર મિસાઇલ લાદી શકાશે જે વિશ્વની અજોડ મિસાઇલમાં સ્થાન પામે છે. જેની રેંજ ૧૦૦ કિમીની છે. આ વિમાન મિસાઇલોથી સજ્જ હોવાથી દુશ્મન દેશની સરહદમાં ઘૂસીને હુમલો કરવાની જરૂર નહીં પડે. ભારતની સીમાંમા રહીને જ મિસાઈલ છોડી શકાશે.
રાફેલમાં લાગેલી સ્પેક્ટ્રા ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સિસ્ટમ શત્રુના રડારને જામ કરી શકે છે અને પોતાની તરફ આવતી મિસાઇલથી સાવચેત કરે છે. તે પ્લેનના પ્રોટેક્ટિવ શીલ્ડનું કામ કરે છે. ખોટાં સિગ્નલ મોકલી શકે છે, રડાર સિગ્નલ જામ કરી શકે છે અને શત્રુનાં સિગ્નલ નિષ્ક્રિય કરી શકે છે. તેમ છતાં પણ શત્રુ મિસાઇલ હુમલો કરે તો સ્પેક્ટ્રા ડિકોય સિગ્નલ છોડીને તે મિસાઇલનો માર્ગમાં અવરોધ ઉભો કરી શકે છે.
રાફેલની ફ્લાઈટ રેન્જ સાડા દસ કલાકથી વધુની છે, એટલે કે સતત 10 કલાકથી વધુ ઊડી શકે છે. આ દરમિયાન 6 વાર ઇંધણ ભરવાની જરૂર પડે, જે હવામાં જ ભરી શકાય છે. તેમાં અંદરની તરફ અંદાજે સાડા પાંચ ટન ઇંધણ સ્ટોર થઇ શકે છે. બહારની ટેન્કમાં 2 હજાર લિટર ઇંધણ સમાઇ શકે છે.
રાફેલ ત્રણ પ્રકારે ઈન્ડિયાને સુપ્રત કરવામાં આવશે જેમાં બે બેઠક ધરાવતું ટ્રેઈનર અને સિંગલ સીટ ધરાવતા રાફેલ-સીનો સમાવેશ થાય છે. આનો ઉપયોગ એરફોર્સ કરશે જયારે અંતિમ એટલે કે ત્રીજા પ્રકારનું રાફેલ એટલે કે રાફેલ સી- સિંગલ સીટર છે. જે રાફેલ એમ- નેવીના વિમાનવાહક જહાજ માટે ઉપયોગમાં લેવામાં આવશે. એફ૧૬ અને જે ૨૦ થી વધુ ક્ષમતા ધરાવતા રાફેલ દ્વારા પરમાણુ હુમલા પણ કરી શકવાની ક્ષમતા છે.
હરિયાણા અને પશ્ચિમ બંગાળના બે સ્કવોડ્રનમાં રાફેલ સમાવવામાં આવશે, ૩૬ પૈકી ૬ જેટને ટ્રૈનર તરીકે ઉપયોગ કરાશે જયારે અન્ય જેટ યુદ્ધ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. રફેલની રક્ષા માટે રૂપિયા ૪૦૦ કરોડની સવલતો ઉભી કરવામાં આવી છે.