કોરોના : લ્યો બોલો, વિકાસ કાર્યોના ઈ-ખાતમુર્હુતમાં ઉમટી પાડવા તંત્રની હાકલ

0
520

જામનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુરૂવારે જયારે ગાંધીનગરથી જામનગર મહાનગરપાલિકાના અંદાજે રૂપિયા 150 કરોડથી વધુની રકમના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત થનાર છે ત્યારે આ કામના પ્રારંભે મુખ્યમંત્રીને સારૂ લગાડવા માટે જામનગરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મ્યુ ટાઉન હોલમાં લોકડાઉનના ચાર મહિના પછી પ્રથમ વખત કાર્યક્રમ યોજવામાં આવનાર છે ત્યારે લોકોમાં ચર્ચા થઇ રહી છે કે શું કોરોના નાબુદ થઇ ગયો છે…!!?

એક તરફ જયારે ખુદ સરકારી તંત્ર દ્વારા કોરોનાના કહેરથી બચવા લોકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે, ખુદ મંત્રીઓ અને મેયર સહિતના આગેવાનો મીડીયા દ્વારા નાગરીકોને ઘરે રહેવા અપીલ કરે છે ત્યારે આ પ્રકારના સરકારી તાયફા કરવાનો અર્થ શું…!? જયારે જામનગરમાં કોરોનાના કેસ અને મોત બંને વધી રહ્યા છે ત્યારે ખુદ સરકાર દ્વારા વિધિવત રીતે આમંત્રણ પત્રિકા બહાર પાડી આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કોરોનાનું સંક્રમણ વધારવાના કાર્ય શહેરીજનોમાં ટીકાપાત્ર બનવા પામ્યો છે અને કલેકટર દ્વારા આ કાર્યક્રમ માટે મનાઇ ફરમાવી સિમિત આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજવા આદેશ અપાય તેની ચર્ચા લોકોમાં થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here