જામનગર: ડબલ હત્યામાં આજીવન સજા પામેલ કેદી પકડાયો, આવી હતી ખૌફનાક વારદાત

0
749

જામનગર : જામનગરમાં આઠ વર્ષ પૂર્વેના એક હત્યા પ્રકરણમાં સંડોવાયેલ અને આજીવન સજા પામેલ પેરોલ જંપ કરનાર કેદીને બે વર્ષ બાદ એલસીબીએ પકડી પાડ્યો છે. બે વર્ષ પૂર્વે પેરોલ પર છુટ્યા બાદ આરોપી લાંબા સમયથી ફરાર થઇ ગયો હતો.

સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં વર્ષ ૨૦૧૨માં થયેલ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં સજા પામેલ પૈકીના જગદીશ ઉર્ફે બચેય મનસુખભાઈ ગોહેલ નામના સખ્સે વર્ષ ૨૦૧૯માં પેરોલ અરજી કરી હતી જેના અનુસંધાને કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી હતી, જો કે પેરોલની મુદ્દત પૂર્ણ થઇ જવા છતાં પણ આરોપી જગદીશ હાજર થયો ન હતો. દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડની તપાસમાં પણ આરોપી મળી આવ્યો ન હતો.

દરમિયાન એલસીબી પોલીસે આજે આરોપીને દબોચી લીધો હતો. એલસીસીના નાનાજીભાઈ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આ સખ્સ ઉપરાંત તેના જ સબધીઓએ વર્ષ ૨૦૧૨માં પ્રથમ માસમાં જ સમર્પણ સર્કલ પાસે જ કેબીન ધરાવતા એક યુવાન સહીત બે અહીર યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં બંને યુવાનોના મોત થયા હતા. ગરબી બાબતે થયેલ માથાકૂટમાં આ વારદાત થઇ હોવાનું સામે આવ્યું હતું. ડબલ મર્ડરના આ ગુનામાં આરોપી જગદીશ ઉપરાંત અન્યને આજીવન કેદની સજા પડી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં સીટી સી ડીવીજનનું અસ્તિત્વ ન હોવાથી આ વિસ્તાર સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં આવતો હતો. જયારે વર્ષ ૨૦૧૪માં બંને ડીવીજનમાંથી સીટી સી ડીવીજનને અલગ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here