જામનગર : છેલ્લા બાર કલાકના ગાળામાં એટલે કે શુક્રવાર રાત્રીથી શનિવાર સવાર સુધીના આઠ વાગ્યા સુધીમાં જીલ્લાની હલચલ લઇને જામનગર અપડેટ્સ આવી પહોચ્યું છે. આ અપડેટ પૈકી મોટાભાગના સમાચાર ફ્રેસ છે. ગઈ કાલ રાતથી અત્યાર સુધીની અપડેટ્સ આ રહી……
(૧) કોરોનાની બીમારી વિકરાળ બની રહી છે. રોગચાળાની સ્થિતિ દિવસેને દિવસ કપરી બની રહી છે. જે તમામ જનતાએ સાવચેતી રહેવાનો સંકેત આપે છે. ગત રાત્રીના વધુ ચાર દર્દીઓ સામે આવ્યા છે. જેમાં શહેર અને ગ્રામ્યનો સમાવેશ થાય છે. આ ચારેય દર્દીઓ અન્ય દર્દીઓના સંપર્કમાં આવતા કોરોનાગ્રસ્ત બન્યા છે. તમામને કોવીડ૧૯ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ચાર પૈકી ત્રણ વૃદ્ધ છે. જયારે અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા વધુ એક વખત તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે. હાલ આવેલ કેશો પૈકી મોટાભાગના કેસ બહારથી ઘરે ગયેલ યુવાનોએ વૃધ્ધોને કોરોનાગ્રસ્ત બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જે ચિંતાનો વિષય છે.
(૨) મેઘરાજા જ્યારથી હાલાર પર મહેરબાન થયા છે ત્યારથી એક પણ દિવસ કોરો ગયો જ નથી. બંને જીલ્લાના દસ પૈકી કોઈને કોઈ તાલુકામાં કાયમ વરસાદ હોય જ છે ગઈ કાલ સવારના છ વાગ્યાથી શનિવાર સવારના છ વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના જોડીયામાં ૧૮ મીમી અને જામજોધપુરમાં ૧૬ મીમી વરસાદ પડ્યો છે જયારે દેવભૂમિ દ્વારાકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના આસોટા, બેરાજા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જયારે જીલ્લાના કંટ્રોલ રૂમ પર ભાણવડમાં સાત મીમી અને ખંભાલીયામાં સાત મીમી વરસાદ નોંધાયો છે.
(૩)લાલપુરમા પિતા-પુત્ર વચ્ચે થઇ માથાકૂટ, બે પુત્રોએ વેચેલ દુકાનમાંથી ભાગે પડતા પૈસા નહી આપતા પિતાનો પીતો ગયો અને પુત્રને ગેડાથી સોલારી નાખ્યો, ઘાયલ પુત્રએ સારવાર લઇ કલિયુગના પિતા સામે ફરિયાદ નોંધાવી છે.
(૪)નાની લાખાણી ગામે છેક અન્ય રાજ્યમાંથી ખેત મજુરી કરવા આવેલ શ્રમિક પરિવારની ૨૩ વર્ષીય પરિણીતાને ગઈ કાલે ખેચ-આંચકી ઉપડતા તેણીનું મૃત્યુ નીપજ્યું છે.