વાલીઓની સ્કુલ ફીની ખુશી ક્ષણિક નીવડશે ? આવી ચાલે છે ગતિવિધિ

0
624

જામનગર : કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્કૂલ ફી મુદ્દે વાલીઓને ગુજરાત હાઈકોર્ટએ રાહત આપી છે. જ્યાં સુધી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં માગી શકે તેવો કોર્ટે નિર્ણય આપતા વાલીઓમાં ખુશીનું મોજું પ્રશરી ગયું છે. ઓનલાઈન શિક્ષણના નામે શાળા સંચાલકો બેફામ ફી વસુલી રહ્યા હોવાની વડી અદાલતમાં પીટીસન દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સંચાલકો વચ્ચે ચાલી રહેલ વિચારણા મુજબ ફી નહી તો ઓનલાઈન શિક્ષણ પણ નહી, જો આવું થશે તો આગામી સમયમાં સરકારે ગંભીરતા દાખવવી પડશે.

ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી બાબતે વાલીઓને આજે મોટી રાહત આપી છે. હાઈકોર્ટમાં ફીને લઈને કરવામાં આવેલ એક પીટિશન પર સૂનાવણી કરી હતી, હાઈકોર્ટની સુનાવણી મુજબ હવે  સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે.

કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવવા બાબતે હાઇકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટની ટકોરને પગલે સ્કૂલ સંચાલકોમાં નિરાશા ફેલાઈ ગઈ છે. હાઈકોર્ટે કહ્યું છે કે  જ્યાં સુધી શાળા ન ખુલે ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરવામાં આવે તો શિક્ષણ અધિકારીને પગલાં લેવાના રહેશે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાજ્યભરના શાળા સંચાલકો પણ સક્રિય બન્યા છે, આધારભૂત સુત્રોમાંથી એવી માહિતી મળી છે કે ફી મુદ્દે વડી અદાલતના નિર્ણય બાદ શાળા સંચાલકો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની વેતરણ કરી રહ્યા છે. જો કે આ બાબત સાચી ઠરે તો રાજ્ય સરકારે પણ પણ સક્રિય થઇ ખાનગી શાળાના સંચાલકો સામે કડકાઈ દાખવવી પડશે અન્યથા બાળકોના ભવિષ્ય પર મોટી અસર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here