ધ્રોલ : સહકારી મંડળીના મંત્રી, ગોડાઉન કીપર્સનું કરોડો રૂપિયા કૌભાંડ, આ રીતે આચર્યું

0
684

જામનગર : જીલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામની સહકારી મંડળીના મંત્રી અને ત્રણ ગોડાઉન કીપર્સ દ્વારા ખાતરનો જથ્થો વાચી નાખી એક રૂપિયો પરત જમા નહી કરાવી રૂપિયા ૧.૨૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે આવેલ આઝાદી કાળથી અસ્તિવમાં આવેલ સહકારી મંડળીમાં છેલ્લા બે દાયકાથી પ્રમુખ તરીકે ફરજ બજાવતા દેવકરણભાઈ ભાલોડીયાએ ખાતર વેચાણના નામે મંડળીના મંત્રી રજનીકાંત લાભશંકર મહેતા રહે-નાગર શેરી વેદનાથ મંદીર પાસે ધ્રોલ જી.જામનગર  અને વાંકિયા ગામે ખાતરના ગોડાઉન કીપર તરીકે ફરજ બજાવતા કરશનભાઈ હરખાભાઈ જીવાણી રહે-વાકીયા તા.ધ્રોલ જી.જામનગર તેમજ સોયલ ગામે મંડળીના ગોડાઉનમાં કીપર તરીકે ફરજ બજાવતા કરશનભાઈ રૂપાભાઈ દલસાણીયા રહે-સોયલ તા-ધ્રોલ જી.જામનગર  તેમજ નથુ વડલા ગામે આવેલ મંડળીના ગોડાઉનમાં કીપર તરીકે ફરજ પર રહેલા નારણભાઈ વશરામભાઈ ભાલોડીયા રહે-નથુવડલા તા-ધ્રોલ જી.જામનગર વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.  

આરોપી મંત્રીએ  વાકીયા સેવા સહકારી મંડળીમા મંત્રી તરીકે ફરજકાળમાં રૂપીયા- ૮૧.૬૦.૨૮૭ના ખાતર વેચાણની રકમ બેંકમા જમા કરાવી જ નથી. જયારે વાકીયા ગામમા આવેલ ખાતર ગોડાઉનમા ગોડાઉન  કિપર તરીકેની ફરજ દરમ્યાન કરશનભાઈ જીવાણીએ ખાતર વેચાણના આવેલ રૂપીયા- ૩૮.૯૯.૦૫૫ની રકમ મંડળીમા આજદિન સુધી ભરપાઇ નહી કરી તથા મંડળીના સોયલ ગામમા આવેલ ખાતર ગોડાઉનમા ગોડાઉન કિપર તરીકેની ફરજ દરમ્યાન આરોપી કરશનભાઈ દલસાણીયાએ ખાતર વેચાણના આવેલ રૂપીયા ૧૨.૬૬.૨૨૭ તથા આરોપી નારણ ભાલોડીયાએ નથુવડલા ગામમા આવેલ ખાતર ગોડાઉનમા ગોડાઉન કિપર તરીકેની ફરજ દરમ્યાન ખાતર વેચાણના આવેલ રૂપીયા ૧૧.૪૪.૦૯૦  પોતાના અંગત ખર્ચમા વાપરી મંડળીમા સમયસર જમા નહી કરાવી કૌભાંડ આચર્યું હતું.

આ ચારેય સખ્સોને ફરજ કાળ દરમિયાન રૂપિયા ૧,૨૦,૫૯,૩૪૨નું ખાતર વેચાણ કરી છેતરપીંડી અને વિશ્વાસ ધાત કરી નાણાની ઉચાપત કરી નાણા મંડળીમા તથા બેંકમા જમા નહી કરાવી કૌભાંડ આચર્યું હતું. જયારે અંતિમ બે આરોપોઓએ ખાતર વેચાણના રૂપીયા પોતાના અંગત ખર્ચમા ઉપયોગ કરી નાણા મંડળીમા સમયસર જમા નહી કરાવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here