ભયંકર બેદરકારી, કોરોના પોજીટીવ દર્દી સુરતથી કાલાવડ આવી ગયો

0
672

જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ પંથકના એક કોરોના પોજીટીવ દર્દીએ ભયંકર બેદરકારી દાખવી છે. પોતે કોરોના પોજીટીવ હોવા છતાં લસકાણા સુરતથી હરિપર આવી અન્યના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવા બદલ એક દર્દીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. હાલ આ દર્દીને જામનગરની કોવીડ હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

કોરોનાને નાથવા તંત્ર એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે જામનગરમાં એક ગંભીર પ્રકારની ઘટના સામે આવી છે. આમે ય જામનગર શહેર જીલ્લામાં કોરોના ફેલાવવા પાછળ બહારથી આવેલ નાગરિકોને જ માનવામાં આવે છે ત્યારે સુરતમાં જ કોરોનાના પોજીટીવ જાહેર થયેલ દર્દી જીગ્નેશ વિઠ્ઠલભાઈ વસોયા ઉવ ૩૩ નામના યુવાને ક્વોરેનટાઈન પીરીયડનો  અનાદર કરી કોઈને જાણ કર્યા વિના જ ગઈ કાલે સુરતથી કાલાવડ તાલુકાના હરિપર ગામે આવી ગયા હતા; પોતે કોરોના પોજીટીવ હોવાનું જાણવા છતાં આ યુવાને અન્ય પરિવારજનો તેમજ સમગ્ર ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને બેરાજા પીએચસીના મેડીકલ ઓફિસર અલ્તાફ વાસનાનીએ કાલાવડ પોલીસને જાણ કરી, આ દર્દી સામે એફઆરઆઈ દાખલ કરાવી હતી. પોલીસે તાત્કાલિક આ દર્દીઓનો તબીબી ટીમની હાજરીમાં જ જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે કબજો સંભાળી જામનગરની કોવીડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.  

જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, જો કોઈ એક પોજીટીવ દર્દી છે અને તેણે પ્રાઈવેટ લેબમાં પણ પરીક્ષણ કરાવ્યું હતું તો પણ તે જામનગરની મુસાફરી કરે છે અને બીજાને જીવન જોખમમાં મુકે છે તેને આરોપી બનાવવામાં આવશે અને અમે તેમની સામે એફઆઈઆર નોંધીશું.

તસ્વીર : પ્રતીકાત્મ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here