જામનગર: એટીએમમાં છેડછાડ કરી ગુજરાત તથા રાજસ્થાન તથા કર્ણાટક રાજયના અલગ અલગ જીલ્લામા ચપળતા પૂર્વક ચોરી કરનાર રાજસ્થાની ગેંગને જામનગર પોલીસે પકડી પાડી છે. આ ટોળકીએ ત્રણ રાજ્યમાં ૫૦ થી વધુ ચોરીઓને અંજામ આપ્યો છે. આ નવતર ચોરીનો ભોગ તમે પણ બની શકો છો એ પૂર્વે સમગ્ર અહેવાલ વાંચી લેશો
જામનગરમાં છેલ્લા એક માસથી જુદા જુદા વિસ્તારમાં બેંક એટીએમ સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો સાથે અલગ પ્રકારની પૈસાની ચોરી- છેતરપીંડી થતી હોવાની ફરિયાદોનું પ્રમાણ વધતા આઈજી અશોકકુમાર યાદવની સુચના અને એસપી પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ ટોળકીને શોધવા ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી એલસીબીએને બાતમીદારોથી હકિકત મળેલ કે, એ.ટી.એમ.ના ’’કેસ ડીસ્પેન્સર મા’’ છેડછાડ કરી રૂપીયાની ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમો રીઢા ચોરની સંગઠીત ટોળી બનાવી સેલ્ટોસ કાર નંબર.જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ ની લઇને જામનગર શહેરમાં પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસે રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્ક ના એટી.એમ માથી પૈસાની ચોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. જેને લઈને એલસીબીએ તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરી કાર સાથે પુનમખાન ડયાલખાન માલીયા રહે. કલ્યાણસર ગામ તા.ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન. રામપ્રકાશ રામકરન ગોદારા રહે. કલ્યાણસર ગામ તા. ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન અને ગૌરીશંકર ગીરધારલાલ સુથાર રહે. બાડસર ગામ તા. સુજાનગઢ જી-ચૂરુ રાજય- રાજસ્થાન વાળા સખ્સોને દબોચી લીધા હતા. પોલીસે આ ત્રણેય સખ્સોના કબ્જામાંથી રોકડ રૂપિયા ૪૭,૫૦૦, કીયા સેલટોસ કાર જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦, ડીસમીસ,સેલો ટેપ,કટ્ટર નગં-૨, ફેવીકવીક,એટીએમ મા કેશ ડીસ્પેન્સર ઉપર લગાડવાની પીવીસી પટ્ટીઓ, એ.ટી.એમ કાર્ડ અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય સખ્સોએ જામનગરમાં અડધો ડઝન ગ્રાહકોના એટીએમ કાર્ડ વાટેથી ચોરીઓ આચર્યાની વિગતો સામે આવી હતી. આ ટોળકીએ ત્રણ માસના ગાળામાં રાજ્યભરમાં ૩૮ ચોરીઓને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ટોળકીમાં હરમનરામ નથુરામ ભાકર રહે. ધાનેરૂગામ તા..ડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાન વાળો પણ સંડોવાયેલ હોવાની વિગતો સામે આવી છે.
કેવી ચપળતા દાખવતા હતા નિપુણ સખ્સો ?
આરોપીઓ ભેગા મળી કોઇ એટીએમ ને ટાર્ગેટ કરે પછી તે એટીએમ ના કેસ ડીસ્પેન્સર પર તેના માપની તથા તેના કલરને મળતી આવતી પ્લાસ્ટીકની પટ્ટી ફેવીકવીક વડે ચોંટાડી દેતા બાદ કોઇ એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમમાં રૂપીયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપીયા કેસ ડીસ્પેન્સર માંથી બહાર ન નીકળતા, એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમ માંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમ રૂમમા જઇ પોતે લગાવેલ પ્લાસ્ટીકની પટ્ટી ઉખાડી એટીએમના કેસ ડીસ્પેન્સર માં રહેલા રૂપીયા લઇ ચોરી કરી લેતા હતા.
કેવી રીતે ચોરીની પ્રેરણા મળી ???
રાજસ્થાનની ચોર ટોળકીના ચારેય સભ્યો વેલ એજ્યુકેટેડ હોવાનું જાણવા મળ્યું છે. એટીએમમાં કેવી રીતે છેડછાડ થઇ શકે ? અને કેવી રીતે નિપુણતા પૂર્વે ગ્રાહકની જાણ બહાર રૂપિયા ગપચાવી શકાય એ માટે ટોળકીએ પ્રથમ યુ ટ્યુબમાંથી વિડીઓ જોયા હતા અને આ જ વિડીઓના આધારે ચોરીનો પ્લાન ઘડતા હતા.
નવતર ચોરીથી બચવા શું કરશો ??
જો તમે એટીએમમાં રૂપિયા વિડ્રો કરવા જાઓ અને બેંકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ રૂપિયા બહાર ન આવે તો જજો, અમુક વખતે સર્વર લોના કારણે પણ એટીએમ અંદરથી કેશ બહાર આવતી નથી. પરંતુ જો કેશ બહાર ન આવે તો બની શકે એટીએમ અંદરથી જ જે તે બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરવો અને બેંકિંગ ફરિયાદ કર્યા બાદ જ એટીએમ છોડવું હિતાવહ છે. આવું કરશો તો નવતર ચોરી કરતી ગેંગનો ભોગ નહી બની શકો.
ક્યાં ? કેટલી ચોરીઓને અંજામ આપ્યો રાજસ્થાની ટોળકીએ ?
(૧) જામનગરમાં હરદાશભાઇ આંબલીયા (૨) રફીક રાઠોડ (૩) બંદરી ફીરોજ (૪) સચીન સોનારે (૫) મીલન ગોંડલીયા (૬) રામજીભાઇ સોલંકી ના એ.ટી.એમ મા છેડછાડ કરી રોકડ ૨૨,૫૦૦/- ની તા.૧૩/૧૦/૨૦૨૪ ના જામનગર એમ.પી.શાહ મા આવેલ એસ.બી.આઇ ના એ.ટી.એમ મા ચોરી કરેલ,
(ર), જામનગરમાં ’એડવાન્સ બોલટીંગ સોલ્યુશન પ્રા.લી’ ના રૂ.૨૫૦૦૦/- ની આઇસીઆઇસીઆઇના બેન્કના એ.ટી.એમ માથી ચોરી કરેલ
(૩) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના જયપુરના ચાંગાનેર એરપોર્ટ પાસે ICICI એટીએમ માંથી આશરે દસ હજાર રૂપીયાની ચોરી કરેલ,
(૪) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ભીલવાડા એચ.ડી.એફ.સી. બેંકના એટીએમ માંથી આશરે છ હજાર રૂપીયાની ચોરી કરેલ,
(૫) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ભીલવાડા પી.એન.બી. બેંકના એટીએમ માંથી આશરે ચાર હજાર રૂપીયાની ચોરી કરેલ હતી
(૬) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ચીતોડગઢ ના એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી ચોરી ની કોશીષ કરેલ.
(૭) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના એક હોસ્પીટલ પાસે ના એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી આશરે સાડા ચાર હાજર ની ચોરી કરેલ હતી. અને તેની બાજુના એટીએમમાંથી ચોરીની કોશીષ કરેલ
(૮) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર હોટલની બાજુમાં ICICI બેંકના એટીએમ માંથી આશરે ૬૮૦૦/- ની ચોરી કરેલ,
(૯) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર એકસીસ બેંકના એટીએમ માંથી આશરે ૨૬૦૦/- ની ચોરી કરેલ,
(૧૦) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર પી.એન.બી. બેંકના એટીએમ માંથી આશરે ૨૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૧) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર હોટલની બાજુમાં ICICI બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૨૫૦૦/- ની ચોરી કરેલ,
(૧૨) આજથી આશરે પંદરેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજસ્ર્થાનના ઉદયપુર હોટલની બાજુમાં એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી રોકડ ૩૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૩) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ બાપુનગર ICICI બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૫૦૦૦/- ની ચોરી કરેલ.
(૧૪) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ વસ્ત્રાલ બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૧૫૦૦/- ની ચોરી કરેલ,
(૧૫) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ રાજીવ પાર્ક માં એકસીસ બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૬૫૦૦/- ની ચોરી કરેલ,.
(૧૬) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ અકબરનગર પી.એન.બી. બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૬૫૦૦/- ની ચોરી કરેલ
(૧૭) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ સીટીએમ માં એકસીસ બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૦૦૦/- ની ચોરી કરેલ,
(૧૮) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ આર.ટી.ઓ સર્કલ પાસે ICICI બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૨૦૦૦/- ની ચોરી કરેલ
(૧૯) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી સીટી વર્કશોપ પાસે એસ.બી.આઇ. બેંકના એટીએમ માંથી રોકડ રૂપીયા ૪૦૦૦/- ની ચોરી કરેલ
(૨૦) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ રાજીવ પાર્ક માં એસ.બી.આઇ. બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૨૫૦૦/- ની ચોરી કરેલ.
(૨૧) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ રાજીવ પાર્ક પાસે એસ.બી.આઇ. બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૦૦૦/- ની ચોરી કરેલ.
(૨૨) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ શહેર માં આઇ.સી.આઇ.સી. બેંકના અલગ અલગ બે એટીએમમાંથી આશરે રોકડ ૪૦૦૦/- ની ચોરી કરેલ.
(૨૩) આજથી આશરે દસ બાર દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી અમદાવાદ આર.ટી.ઓ સર્કલ પાસે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૬૦૦૦/- ની ચોરી કરેલ
(૨૪) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ ત્રીકોણબાગ એસ.બી.આઇ.ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૦૦૦૦/- ની ચોરી કરેલ,
(૨૫) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ ત્રીકોણબાગ બ્રીજ પાસે આઇ.સી.આઇ.સી. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૫૦૦૦/- ની ચોરી કરેલ
(૨૬) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ ત્રીકોણબાગ બ્રીજ પાસે એસ.બી.આઇ. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૫૦૦/- ની ચોરી કરેલ,
(૨૭) આજથી આશરે દસ દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી રાજકોટ શહેરના આઇ.સી.આઇ.સી. ના બેંકના ત્રણ અલગ અલગ એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૧૫૦૦૦/- ની ચોરી કરેલ
(૨૮) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી વડોદરા છાણી જકાતનાકા પાસે આઇ.સી.આઇ.સી.આઇ. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૫૦૦/- ની ચોરી કરેલ,
(૨૯) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી વડોદરા શહેરમાં મોટા બ્રીજ પાસે આઇ.સી.આઇ.સી.આઇ. ના બેંકના ચાર તથા એસ.બી.આઇ. બેંક ના બે તથા એકસીસ બેંકના એક એમ કુલ સાત થી આઠ એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૫૦૦૦/- ની ચોરી કરેલ,
(૩૦) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી નડીયાદ શહેરમાં એકસીસ ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૨૦૦૦/- ની ચોરી કરેલ,
(૩૧) આજથી આશરે પાચેક દિવસ પહેલા ગૌરીશંકર તથા હરમનરામ ભાકર તથા પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર ચારેય જણાએ સાથે મળી નડીયાદ શહેરમાં એચ.ડી.એફ.સી. ના બેંકના એટીએમમાંથી આશરે રોકડ રૂપીયા ૩૦૦૦/- ની ચોરી કરેલ,
(૩૨) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી અમદાવાદ બાપુનગર,વસ્ત્રાલ,રાજીવપાર્ક, આરટીઓ સર્કલ તેમજ સીટીએમ વિસ્તાર માં અલગ અલગ પંદર એટીએમ માંથી આશરે ૫૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૩) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી બેંગ્લોર શહેર માં બી.એસ.એફ. સર્કલ તથા અલગ અલગ સોસાયટીના એટીએમ માંથી રોકડ રૂ.૩૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૪) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી સુરત શહેરમાં સચીન જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ બેંક એટીએમ માંથી આશરે રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૫) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં આવેલ બેંક એટીએમ માંથી આશરે રોકડ રૂ.૧૫,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૬) આજથી આશરે ત્રણેક મહિના પહેલા ગૌરીશંકર તથા ભજનલાલ રત્નારામ ગોદારાએ સાથે મળી રાજકોટ શહેરમાં કુવાડવા પારેવડી ચોક,સંદેશનગર, માલવીયાનગર, એસ્ટ્રોન ચોક, પેડકનગર, આર્યનગર, વિસ્તારના આશરે દશ એટીએમ માં આશરે રોકડ રૂ.૬૦૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૭) જુલાઇ-૨૦૨૪ ના મહિનામા મજકુર ઇસમોએ જામનગર શહેરમા અંબર સીનેમા રોડ ઉપર આવેલ આઇ.સી.આઇ.સી.આઇ ના એ.ટી.એમ માથી રોકડ રૂપીયાની આશરે ૨૫,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૮) આજથી આશરે દસેક દિવસ પહેલા ગૌરીશંકર, પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર તથા હરમનરામ ભાકર એ રીતેના ચારેય જણા એ સાથે મળી રાજકોટ શહેરમાં ત્રીકોણબાગ ની આજુબાજુમાં આવેલ અલગ અલગ એસબીઆઇ તથા આઇસીઆઇસીઆઇ ના પાચ એટીએમ માંથી આશરે રોકડ રૂ. ૧૭,૦૦૦/- ની ચોરી કરેલ.
(૩૯) આજથી આશરે દસેક દિવસ પહેલા ગૌરીશંકર, પુનમખાન માલીયા તથા રામપ્રકાશ ગોદાર તથા હરમનરામ ભાકર એ રીતેના ચારેય જણા એ અમદાવાદ શહેરમાં રાજીવપાર્ક, બાપુનગર, આરટીઓ સર્કલ, વસ્ત્રાલ વિસ્તારમા આવેલ બે દિવસ દરમ્યાન અલગ અલગ એસબીઆઇ તથા આઇસીઆઇસીઆઇ ના દસ થી બાર એટીએમ માંથી આશરે રોકડ રૂ. ૩૨,૦૦૦/- ની ચોરી કરી હતી આ ઉપરાંત આરોપી ગૌરીશંકર ગીરધારલાલ સુથારએ બારડોલી સુરતમાં, નવસારીમાં બે ચોરીઓને અંજામ આપ્યો છે.
આ કાર્યવાહી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઈ પી.એન.મોરી તથા એ.કે.પટેલ અને સ્ટાફના દિલીપભાઇ તલવાડીયા,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર ,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ, હરદિપભાઇ બારડ, અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ એમ.જાડેજા નિર્મળસિંહ એસ જાડેજા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, દયારામ ત્રિવેદી, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, નારણભાઇ વસરા, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર,રૂષીરાજસિંહ વાળા, બીજલભાઇ બાલાસરા કલ્પેશભાઇ મૈયડ, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર સહિતનાઓ પાર પાડી હતી.