જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરવા છેક મધ્યપ્રદેશથી અહીં આવેલ શ્રમિક પરિવારની મહિલાની એકલતાનો લાભ લઇ અન્ય શ્રમિક શખ્સે સતત બળજબરી પૂર્વક મહિનાઓ સુધી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. મહિલાના પતિની ગેર હાજરીનો લાભ ઉઠાવી આરોપીએ તેણીના સંતાનોને મારી નાખવાની ધમકી આપી અનેક વખત બળાત્કટ ગુજાર્યો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવા તપા હાથ ધરી છે.

છેક મધ્યપ્રદેશ રાજ્યના જામ્બુઆ જિલ્લાના રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક શ્રમિક પરિવાર તેના સંતાનો સાથે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવ્યો હતો. આશરે ત્રણેક મહેના પહેલા આ પરિવારના મોભી લાંબો સમય માટે વતન પરત ગયા હતા અને મહિલા તથા તેના સંતાનો અહીં જ એકલા રહી મહિલા ખેત મજૂરી કરતી હતી, મહિલાના પતિ બહારગામ ગયાની જાણ થતા મુકેશભાઇ ઉર્ફે બલવીરભાઇ નવલસીહ વાખલા રહે. ઢોલીયા ગામ જિ.કુ્કસી મુધ્યપ્રદેશ વાળા શખ્સ પર વાસના સવાર થઇ જ તેની પર નજર બગાડી હતી.

આશરે ત્રણેક માં પૂર્વે આ શખ્સે જ્યાં મહિલા ખેતર રહી ખેતી કામ કરતી હતી ત્યાં આવ્યો હતો અને ત્યાં તેણીની સાથે તેનો પતિ નહી હોવાનો લાભ ઉઠાવી આરોપીએ પોતાની સાથે શરીર સબંધ બાંધવા મહિલા તથા તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ તેણીને જબરજસ્તીથી પોતાની સાથે શરીર સબંધ બાંધવા મજબુર કરી છેલ્લા ત્રણ માસથી તેણીની ઇચ્છા મરજી વિરૂધ્ધ સાત વખત શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ પોલીસ કેશ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નાશી ગયો હતો.


આ બનાવ બાદ તેણીએ હિંમત કરી ભાણવડ પોલીસ દફ્તર પહોંચી હતી આ પોતાની સાથે ટગયેલ દુસ્કર્મની પોલીસન હકીકત જણાવી હતી. જેના આધારે પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here