જામનગર: તમામ તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ જામજોધપુર તાલુકામાં

0
681

જામનગર જિલ્લામાં ગઈકાલે તમામ એટલે કે છ એ છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી માંડીને સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ જામજોધપુર અને કાલાવડ તાલુકામાં વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

જામનગર તાલુકાના મોટી બાણુગર ગામે બે ઇંચ વસઈ ગામે પોણા બે ઇંચ ફલ્લા અને લાખાબાવડ અને દરેડ ગામે એક એક ઇંચ વરસાદ તો મોટી ભલસાણ ગામે પણ ઇંચ વરસાદ વરસ્યો છે.જ્યારે જોડિયા તાલુકાના હડીયાણા ગામે તાલુકાનો સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત તાલુકાના બાલંભા ગામે બે ઇંચ અને પીઠડ ગામે સવા ઇંચ વરસાદ પડ્યો છે.

જિલ્લાનો સૌથી ઓછો વરસાદ ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. જેમાં જાલીયા દેવાણી ગામે અને લૈયારા ગામે અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે અઢી ઇંચ, મોટી ભલસાણ ગામે બે ઇંચ, મોટા પાંચ દેવડા ગામે પોણા બે ઇંચ વરસાદ અને નવાગામ અને મોટા વડાળા ગામે એક-એક વરસાદ નોંધાયો છે.

જ્યારે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જામવાળી, ધૂનડા અને પરડવા ગામે સવા ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવી રહ્યા છે. જ્યારે સમાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો શેઠ વડાળા ગામે અઢી ઇંચ વરસાદ અને વાંસજાળીયા ગામે પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબા, મોડપર અને પીપરટોડા ગામે સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હરીપર ગામે દોઢ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ભણગોર ગામે પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર સાંભળી રહ્યા છે.

પ્રથમ વરસાદની જેમ આ વરસાદ પણ આફતનો વરસાદ સાબિત થયો છે જામજોધપુર અને લાલપુર અને જામનગર પંથકમાં વીજળી પડતા ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જામજોધપુરના નરમાણા અને સમાણા ગામે વીજળી પડતા બે વ્યક્તિઓના તેમજ જામનગરના દોઢિયા ગામે એક મહિલાનું મૃત્યુ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here