કરુણતા: કોરોના, મૃત્યુ અને માનવતા..ત્રણેય રસ્તે રઝળી

0
918

જામનગર : જામનગરની જીજી હોસ્પીટલના કોવીડ વિભાગમાં સારવાર મેળવી રહેલા કોરોનાના દર્દીનું મૃત્યુ થતા તેનો મૃતદેહની અંતિમવિધિ કરવા કુટુંબીજનો કે સગા સબંધી આવતા નથી તેવો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.

હોસ્પીટલના પટાગણમાં બબ્બે-બબ્બે મૃતદેહો રોડ ઉપર રઝળ્યા હતા. આ મૃતદેહને તેમના પરિવારજનો લેવા ન આવતા હોસ્પીટલના તંત્ર દ્વારા પીએમ કોલ્ડરૂમમાં રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જેને લઈને અન્ય મૃતદેહના પરિવારજનો પણ કોરોના ગ્રસ્ત મૃતદેહને લઇ ચિંતામાં મુકાયા હતા.
જામનગરની જીજી હોસ્પીટલમાં ખાસ કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવીડ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. જેમાં સારવાર દરમ્યાન કોઈ કોરોનાનો દર્દી મૃત્યુ પામે છે ત્યારે મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવે છે. આમ છતાં પરિવારજનો આ કોરોનાગગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ કારણોસર આવતા નથી. આ અંગે થોડા સમય પહેલા જીલ્લા કલેકટર દ્વારા પણ તેમજ હોસ્પીટલના સત્તાધીશો દ્વારા અપીલ કારવામાં આવી હતી. આ ગંભીર વિષય જામનગરમાં બન્યો છે.
આજે જામનગરની જીજી હોસ્પીટલના મેદાનમાં બબ્બે-બબ્બે ડેડબોડીઓ કોરોનાના મૃત્યુ પામેલાની રોડ ઉપર જોવા મળી હતી. એટલું જ નહી સ્ટેચર ઉપર આ બબ્બે-બબ્બે મૃતદેહને લઈને ત્યાંથી પસાર થનારા લોકોમાં પણ ભયનું લખલખું પ્રસરી જતું હતું. આમ કોરોનાના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં માનવતા પણ માનવી ચુક્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. માણસ જીવિત હોય ત્યાં સુધી જ સબંધ રહે છે. જયારે કોરોનાને લઈને મૃત્યુ પામેલા માનવીના અંતિમ સંસ્કાર કરવા તેમના પરિવારજનો હોસ્પીટલે ન આવે તેતો ગંભીર વિષય સમાજ વ્યવસ્થા માટે અને સામાજિક જીવન માટે બન્યો છે. તેટલું જ નહી મૃત્યુ પામેલા કોરોનાગ્રસ્ત મૃતદેહને જયારે તેના પરિવારજનો લેવા ન આવતા હોય ત્યારે આવા મૃતદેહને પીએમ કોલ્ડરૂમમાં રાખવા પડે છે. જેથી પીએમ કોલ્ડરૂમમાં અન્ય જે મૃતદેહો રાખવા કે લઇ જવા માટે જે મેડીકલ સ્ટાફ કે અન્ય વ્યક્તિઓ પણ જતા ડર અનુભવે છે. તેવી ફરિયાદનો શુર ઉઠી રહ્યો છે.


જામનગરની જીજી હોસ્પીટલના આજે બબ્બે મૃતદેહ રોડ ઉપર હોવા અંગે જયારે ઇન્ચાર્જ જીજી હોસ્પીટલના અધિક્ષક ડો.તિવારીનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓએ તે વાતનો સ્વીકાર કાર્યો હતો કે, ઘણી બધીવાર કોરોનામાં મૃત્યુ પામેલાના મૃતદેહ સંભાળવા માટે તેના પરીવારજનો આવતા નથી. જેને લઈને ઘણા દિવસો સુધી મૃતદેહને પીએમ કોલ્ડરૂમમાં રાખવો પડે છે અને ઘણીવાર તો આવા મૃતદેહને અંતિમવિધિ કરવા માટે સરકારના નિયમ મુજબ હોસ્પિટલ સ્ટાફ, તેમજ સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓની પણ મદદ લેવી પડે છે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત મૃત્યુ પામેલા મૃતદેહની અંતિમવિધિ કરવા માટે જયારે તેના સગાસબંધીઓ આવતા નથી ત્યારે તંત્ર ભારે મુંજવણમાં મુકાતું હોય છે તેવા સમયે સરકારની સુચના ઉજબ કોરોનાની ગાઈડલાઈનના અમલ સાથે પોલીસના માર્ગદર્શન હેઠળ આવા મૃતદેહની અંતિમવિધિ કરવાની પણ આવશ્ય્કતા રહે છે.
જો કે આજના આ ઝડપી જમાનામાં અને કોરોનાના ભયને લીધે જે વાતાવરણ જામનગરના સામાજિક જીવન ઉપર પડી રહ્યું છે તે લાલબતી સમાન છે. એમ પી શાહ મેડીકલ કોલેજના ડીન નંદીનીબેન દેશાઇએ પણ આવા મૃતદેહની બાબત અંગે તપાસ કરશે. આવા પ્રકારની ઘટનાઓમાં સરકારના નિયમ મુજબ પોલીસને સાથે રાખી એનજીઓના સહયોગથી અંતિમવિધિ પણ કરવી પડે છે. આવા કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ તેમના મૃતદેહો રસ્તે ન રઝળે તે માટે તેમના પરિવારજનો આગળ આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here