જામનગર : જામનગર શહેર મામલતદાર અને મહાનગર પાલિકાની ટીમે આજે લાલપુર રોડ પર મોટું દબાણ હટાવવા કાર્યવાહી કરી હતી. જેને લઈને મહિલાનગર સેવિકા અને મામલતદાર વચ્ચે સ્થળ પર ઉગ્ર ચર્ચાઓ થવા પામી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા આજે રણજીત સાગર રોડ પર મારું કંસારાની વાડી પાસે આવેલ જમીનમાં દબાણ હટાવ કાર્યવાહી શરુ કરીવામ આવી હતી. શહેર મામલતદાર અને તેની ઓફિસનો સ્ટાફ તેમજ મહાનગર પાલિકાની એસ્ટેટનો સ્ટાફ આજે સ્થળ પર પહોચી જેસીબી સાથે દીવાલ અને સેડ સહિતનું દબાણ હટાવવા કાર્યવાહી શરુ કરી હતી. જેને લઈને મહિલાનગર સેવક મરિયમ બેન અને તેના પુત્ર સ્થળ પર પહોચ્યા હતા અને દબાણ હટાવની કાર્યવાહી સામે મૌખિક વાંધો દર્સાવી અધિકારો સાથે રકજક કરી હતી.
નગરસેવિકાના પુત્રએ કામગીરીને લઈને સવાલો કરતા શહેર મામલતદારે ચોક્ખું પરખાવી દીધું હતું કે, આ તમામ કામગીરી કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી છે. આ કામગીરી હોદ્દાની રુએ કરવામાં આવી હોવાનું કહ્યું હતું. નગરસેવિકાના પુત્રએ સરકારી કામગીરીને ખોટી ગણાવતા મામલતદારે કહી દીધું હતું કે, ‘કાઈ ખોટું નથી થયું ભાઈ, આ સરકારી જમીન છે. આ રકજક વખતે નગરસેવિકા મરિયમબેન પણ ઉગ્ર બનેલા પુત્રને રોકવાનો પ્રયાસ કરતા હતા. ગરમાગરમી વચચે તંત્રએ દીવાલ અને સેડ તોડી પાડ્યા હતા.