જામનગર: જે શાળાનું નામ દેશભરમાં પ્રચલિત છે અહી પ્રવેશ માટે દેશભરના વાલીઓ પોતાના બાળકને પ્રવેશ અપાવવાનું સપનું ધરાવે છે એવા તમામ બાળકો અને વાલીઓ માટે બાલાચડી સૈનિક શાળા અંદરથી માઠા સમાચાર આવ્યા છે. અહીં સ્કુલમાં બેન્ડ માસ્તર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ બે બાળકોને ધમકાવી શારીરિક અડપલા કરી પોતાની સાથે બાળકોના હાથ વડે અડપલા કરાવ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્કુલ પ્રિન્સીપાલ દ્વારા જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શિક્ષણ જગતને સર્મસાર કરતી ઘટના જામનગર જીલ્લાના જોડિયા પંથકમાં આવેલ બાલાચડી સૈનિક શાળામાંથી સામે આવી છે. જિલ્લાની આ એક એવી શાળા છે જેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સૈન્યમાં ઓફિસર તરીકેની સેવાનો પાયો પાકો કરે છે. અહી અભ્યાસ કરનાર અનેક બાળકો ભૂતકાળમાં ભારતીય સેનામાં મહત્વના હોદ્દાઓ નિભાવી ચુક્યા છે અને હાલ પણ અનેક ઓફિસરો દેશ સેવાની ફરજ બજાવી રહ્યા છે. આ શાળા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ છે શાળામાં ફરજ બજાવતા બેન્ડ માસ્તર પવનકુમાર જગદીશકુમાર ડાંગી રહે.જોધપુર રાજસ્થાન વાળા, બેન્ડ માસ્તર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે.
શાળાના પ્રિન્સીપાલ શ્રેયશ નિતિનભાઇ મેહતાએ સમગ્ર ઘટના અંગે જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રાત્રીના નવ વાગ્યાથી તા.૧૨/૦૫/૨૦૨૪ ના વહેલી સવારના છ વાગ્યા દરમ્યાન બેન્ડ માસ્તર પવનકુમાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બેન્ડ માસ્તર દ્વારા આશરે બાર વર્ષની ઉમર ધરાવતા બંને વિદ્યાર્થીઓના ગુપ્ત(શિશ્ન)ના ભાગે હાથ ફેરવી તથા બંન્ને ભોગ બનનારના હાથ આરોપી બેન્ડ માસ્તરએ પોતાના ગુપ્ત(શિશ્ન)ના ભાગે ફેરવાવી શારીરીક અડપલા કર્યા હતા.
એકવાર બાદ આ ઘટના અનેક વખત બની હતી. બેન્ડ માસ્તરે આ બાબતે કોઇને જાણ કરશો તો મારીશ તેવી ધમકી પણ આપી બીભત્સ વાણી વિલાસ આચાર્યો હતો. આખરે બંને બાળકો બેન્ડ માસ્તરના શારીરિક ત્રાસથી કંટાળી આખરે પોતાના વાલીઓ અને શાળાના સ્ટાફને વાત કરી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ શાળાના આચાર્યએ તાત્કાલિક બેન્ડ માસ્તર સામે જોડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આરોપી બેન્ડ માસ્તર સામે આઈપીસી કલમ-૫૦૪, ૫૦૬ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનીયમ ૨૦૧૨ ની કલમ-૮ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બનાવને લઈને સૈનિક શાળા જીલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.