જામનગર: ધોરણ ૧૦નું ૮૨.૩૧ ટકા પરિણામ: એ-૧ માં ૬૪૦ વિદ્યાર્થીઓ

જામનગર જિલ્લાનું ધોરણ -૧૦નું ૮૨.૩૧ ટકા પરિણામ: એ-૧ માં ૬૪૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા સૌથી વધુ ધ્રોળ કેન્દ્રનું ૯૦.૯૭ ટકા અને સૌથી ઓછું સિક્કા કેન્દ્રનું ૭૨.૮૮ ટકા પરિણામ

0
343

જામનગર તા ૧૧, હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ નું ૮૨.૩૧ ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૯.૯૦ ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨ .૮૮ ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ૬૪૦ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે” તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૩૭ વિદ્યાર્થી એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.

જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ માં ૧૩૪૩૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૧૩૩૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૬૪ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૬૪૦ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૧૯૯૮ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૨૫૦૮ વિધાર્થી અને બી-૨ માં ૨૬૩૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૨૨૨૦ વિદ્યાર્થી, સી-૨ માં ૯૩૮ વિદ્યાર્થી, ડી માં ૪૮ અને ઇ-૧ માં ૧૪૯૪ અને ઇ-૨ માં ૮૬૭ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને ૮૨.૩૧ ટકા પરિણામ આવ્યું છે.

જામનગર જિલ્લામાં ટકાવારી પ્રમાણે ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨.૮૮ ટકા પરિણામ આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here