લોકસભા ચૂંટણી ૨૦૨૪ : સવારે ૬ વાગ્યે મોકપોલ, 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ, છેક છ વાગ્યા સુધી અવિરત

0
612

જામનગર: આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ લોકશાહીના મહાપર્વ (સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું) મતદાન યોજાશે. તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૬ વાગ્યે મોક પોલ યોજાશે, સવારે ૭ કલાકથી મતદારોના આગમન સાથે મતદાનનો પ્રારંભ થશે. આથી, લોકશાહીના મહા પર્વમાં ભાગીદાર બનીને જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરીએ અને મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટે અનુરોધ કરીએ, તેમ જિલ્લા ચૂંટણી તંત્ર, જામનગર અને દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૦૭-૦૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં જામનગર અને દ્વારકા જીલ્લાના પ્રાંત અધિકારીઓ, બંને જીલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારો સહિતના ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ – કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં ભાગીદાર થયા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત્ત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here