એસીબીએ પોરબંદરમાં બે અલગ અલગ ટ્રેપ ગોઠવી આરટીઓના મોટર વાહન નિરીક્ષક અને પાણી પુરવઠા બોર્ડના મદદનીશ ઈજનેર સહીત ચાર બાબુઓને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. એક ટ્રેપ અમદાવાદ અને અન્ય ટ્રેપ સ્થાનિક એસીબીએ ગોઠવી
હતી. અમદાવાદ એસીબીએ પ્રથમ ટ્રેપ પોરબંદર આર.ટી.ઓ કચેરીમાં આવેલ સહાયક મોટર વાહન નિરીક્ષકની ઓફીસમાં. પાર પાડી હતી. અહી પી.યુ.સી સેન્ટર ચલાવતા ફરિયાદીએ આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના રીપાસીંગ અંગેનો કેમ્પ ગઇ તા.૨૮/૦૩/૨૦૨૪ના રોજ સીંગરીયા ગામ ખાતે રાખેલ હતો. જેમાં ફરીયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રી-પાસીંગના ભરેલ ફોર્મની એપોઇન્ટમેન્ટ આધારે જુદા-જુદા કુલ-૧૨ વાહનોના ફીટનેશ સર્ટી મેળવવા માટે કેમ્પ માં વાહનો તથા વાહનોના માલિક સાથે હાજર રહેલ હતા તે સમયે સહાયક મોટર વાહન નિરીક્ષક, આર.ટી.ઓ કચેરી, પોરબંદર વાળા સામત કોડીયાતરએ ફરીયાદીના વાહનો રીપાસીંગ કરી સર્ટી આપવા ના વ્યવહાર પેટે પ્રથમ રૂ.૧૫,૭૦૦ની લાંચની માંગણી કરી હતી.
તે પૈકી રૂ.૧૦,૭૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂ.૫,૦૦૦ વાહનોના ફીટનેશ સર્ટી આપશે ત્યારે ચુકવવા વાતચીત થઇ હતી. જો કે ફરીયાદી આ લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કર્યો હતો અને આજે કચેરીમાં જ ટ્રેપ કરાવી આરોપી સરકારી બાબુને ચાંચ લેતા પકડાવી દીધો હતો.
જયારે પોરબંદરના જ પાણી પુરવઠા બોર્ડ વિભાગમાં સ્થાનિક એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરીયાદી :એક જાગૃતનાગરીકના પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનુ સમારકામ અંગે બિલ પાસ કરવા માટે આરોપી દિપ્તીબેન સતીષભાઈ થાનકી,મદદનીશ ઈજનેર (વર્ગ-૨), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પોરબંદરની સહી તથા અભિપ્રાય આપવા બદલ કુલ મંજુર રકમના 1% લેખે રૂ.૭,૦૦૦ લાંચની માગણી કરી હતી. જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હ્તો. જેને લઈને એસીબીએ બોર્ડની ઓફીસમાં જ ટ્રેપ ગોઠવી, મહિલા કર્મચારી અને બે રોજમદાર મશરીભાઈ પાલાભાઈ કરંગીયાએ અન્ય રોજમદાર દિપકભાઈ નાથાલાલ સોલંકીને રૂપિયા આપી દેવાનું કહેતા ફરિયાદીએ રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ તુરંત એસીબીએ ત્રણેયને પકડી પાડ્યા હતા.