જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયાએ ચેમ્બરમાં જઈ સીટી ઈજનેર-ઇન્ચાર્જ આસી. કમિશ્નર ભાવેશ જાનીને ધાક ધમકી આપી, વાણી વિલાસ કરી ફરજમાં રુકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આટલું ઓછું હોય તેમ વોર્ડ નંબર સાતની ઈમ્પેક્ટ ફી વાળી ફાઈલ ગેર કાયદે પાસ કરાવવા દબાણ કરી પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયાએ અધિકારી પાસેથી દર મહીને એક લાખનો હપ્તો માંગી જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો ફરિયાદમાં આરોપ લગાવાયો છે. ઉપરાંત ખોટી રીતે એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હોવાનું જાહેર થયું છે.
જામનગર મહાનગરપાલિકા પરિસર ત્યારે ચકચાર મચી ગઈ જયારે ઓફીસમાં ઘુસી પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરના પતી દીપુ પારિયાએ ધાક ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. આ બનાવ અંગે સીટી ઈજનેર ભાવેશભાઈ નટવરલાલ જાનીએ સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે સીટી ઈજનેર અને આસી. કમિશ્નર પોતાની ઓફિસમાં હતા ત્યારે તેજસી ઉર્ફે દીપુ પારિયા ચેમ્બરમાં ઘુસી આપ્યા હતા. ચેમ્બરમાં પહોચી પારિયાએ વોર્ડ નં-૭ ની ઇમ્પેકટ ફી ની ફાઇલ કલીરીંગ અંગે અધિકારી ભાવેશભાઈ જાની જોડે વાતચીત કરી હતી.
જો કે એ ફાઈલ ગેર કાયદે વાળી હોવાથી પાસ નહિ થાય એમ અધિકારીએ જવાબ આપ્યો હતો. જેથી ઉસ્કેરાઈ ગયેલ દીપુએ હુ પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે, તમારે મહાનગર પાલીકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ નો હપ્તો(ખંડણી) આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઇ જઇ અધિકારીના શર્ટનો કાઠલો પકડી કહેલ કે હારૂન પલેજાનું જેમ ખુન થયેલ છે તેમ તમારૂ ખુન કરાવી નાખીશ અને ખોટા એકટ્રોશીટીના કેસમાં ફસાવી દઈશ, આવી ધાક-ધમકીઓ આપી ગાળોભુંડા બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશીશ કરી ફરજમાં રુકાવટ કરી હતી. જેને લઈને અધિકારી ભાવેશભાઈ જાનીએ આરોપી દીપુ પારિયા સામે સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૩૮૭,૩૩૨,૫૦૪,૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ એલ બી જાડેજાએ તપાસ હાથ ધરી છે.
જામનગર: મહાનગરપાલિકાના સીટી ઇન્જિનીયર પાસેથી ખંડણી માંગી ધાક ધમકી આપી પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી, ઈમ્પેક્ટ ફીની ફાઈલ ગેર કાયદે પાસ કરાવવા દબાણ કરતો હતો પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા, દર મહીને એક લાખનો હપ્તો આપવો પડશે એમ કહી ફરજમાં રુકાવટ કરી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે, જાનથી મારી નાખવાની અને એટ્રોસિટી કેસમાં ફીટ કરી દેવાની પણ ધમકી આપી પૂર્વ કોર્પોરેટરે, આરોપી દીપુ પારિયા પૂર્વ કોર્પોરેટરના પત્ની હાલ છે વોર્ડ નંબર એકના કોર્પોરેટર, આરોપી પારિયા વોર્ડ નમ્બર સાતમાં ઈમ્પેક્ટ ફી નું કમીશન એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.