જામનગર: સાયચા ગેંગનો એક આરોપી અધધ રોકડ અને સોના સાથે પકડાયો ?

0
5004

જામનગર:  બેડી વિસ્તારમાં સાયચા ગેંગના નેટવર્કને ઢેર કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ઓપરેશન હાથ ધર્યું ત્યાં જ સાયચા ગેંગ દ્વારા જાણીતા વકીલની સરા જાહેર હત્યાં નીપજાવી પોલીસને ચેલેન્જ આપી, વકીલના મર્ડરને લઈને પોલીસ હરકતમાં આવી અને હત્યા બાદ સાયચા ગેંગની ભાળ મેળવવા ઘનિષ્ઠ તપાસ હાથ ધરી, મર્ડરના દસ દિવસ બાદ ૧૫ પૈકીના માત્ર બે આરોપીઓ પોલીસના હાથે પકડાયા છે, જો કે અન્ય આરોપી પણ હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ફરાર આરોપીઓ પૈકીનો એક આરોપી કરોડો રૂપિયાના સોના અને રોકડ સાથે દબોચી લેવાયાની વાતો વહેતી થઇ છે જો કે પોલીસે આ અંગે સતાવાર જાહેર કહ્યું નથી.

ગત તા. 13મી માર્ચના રોજ બેડી વિસ્તારના જાણીતા વકીલ હારુન પાલેજાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી, દિન દહાડે સાયચા ગેંગના ૧૫ સખ્સોએ વકીલને સરા જાહેર રહેસી નાખી બેડી વિસ્તારમાં પોતાના સામ્રાજ્ય અને દાદાગીરી અંગે પોલીસને ખુલી ચેલેન્જ આપી, જેને લઈને સરકાર વધુ આક્રમક થઇ અને સાયચા ગેંગના ગેર કાયદેસરના બાંધકામ તોડી પાડવા મોટું ડીમોલીશન ઓપરેશન હાથ ધર્યું, બીજી તરફ સીટની રચના કરી વકીલ હત્યા પ્રકરણના આરોપીઓને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરુ થયો, હત્યાના સપ્તાહ બાદ પોલીસે સાયચા ગેંગના બસીર સાયચા નામના આરોપીને દબોચી લીધો અને કોર્ટ સમક્ષ રજુ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી, આ આરોપી હાથ લાગ્યાના બીજા જ દિવસે પોલીસને મોટી સફળતા મળી, સાયચા ગેંગના ખુખાર આરોપી સિકંદર સાયચાને દબોચી લીધો છે. બીજી તરફ પોલીસ વર્તુળમાં ચાલી રહેલ ચર્ચાઓ મુજબ, ૧૫ પૈકીના એક આરોપીને પોલીસે કોઈ એરપોર્ટ પરથી દબોચી લીધો છે આ આરોપી પાસેથી લાખો રૂપીયાની રોકડ અને કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. સુત્રોનું માનવામાં આવે તો, આ મતાનો ઉપયોગ પોલીસના હાથથી બચવા માટે ઉપયોગમાં લેવાના હતા. જો કે આ સમાચારમાં કેટલી વાસ્તવિકતા છે તે જાણવા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરાયો હતો પરંતુ સતાવાર સમર્થન મળ્યું નથી.

કેમ કરવામાં આવી વકીલની હત્યા ?

એકાદ વર્ષ પૂર્વે પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકાએ આપઘાત કરી લીધો, આપઘાત કરતા પૂર્વે શિક્ષિકાએ લખેલ એક સુસાઈડ નોટ મળી આવી જેમાં સાયચા ગેંગના સાગરીતોના ત્રાસથી પોતે આપઘાત કરતા હોવાનું લખ્યું હતું. જેને લઈને પોલીસે સાય્ચા બંધુઓ સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા સબબ ફરિયાદ નોંધી કાયદાનો ગાળિયો કશ્યો, આ કેશમાં ફરિયાદી પક્ષે વકીલ હારુન પાલેજાએ ભૂમિકા ભજવી, કાયદાનો ગાળિયો વધુ મજબુત જણાતા સાયચા ગેંગના સાગરીતોએ વકીલ હારુન પાલેજાને જાનથી મારી નાખવાની ધમકી આપી,આ ધમકીને ગેંગે વાસ્તવિકતાનું રૂપ આપ્યું વકીલની પલેજાની હત્યા નીપજાવીને.

કેવું છે સાયચા ગેંગનું સામ્રાજ્ય ?

બેડી બંદર પરના વ્યવસાયમાં દાદાગીરી પૂર્વક દખલગીરી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવી ધીંગા વ્યાજે મૂડી આપવી, ત્યારબાદ આ લેણદારોની પાસેથી ધીન્ગું વ્યાજ વસુલી, એક પછી એક મિલકત હસ્તગત કરી લેવી, સરાજાહેર જુગાર, લેન્ડ ગ્રેબિંગ, ધાક ધમકી, મારામારી સહીત અન્ય અસામાજિક બદીઓ આચરી સાયચા ગેંગ વર્તમાન સમયમાં માલેતુજાર બની ગઈ, અનેક સ્થળોએ ગેરકાયદે બંગલા, ફાર્મ હાઉસ અને વ્યવસાય સ્થળો ખડકી દીધા, બેડી વિસ્તારમાં વ્યાપેલ સામ્રાજ્ય હવે શહેરના અન્ય ભાગોમાં ફેલાય તે પૂર્વે પોલીસ અને વહીવટી પ્રસાસન દ્વારા સુવ્યવસ્થિત ઓપરેશન હાથ ધર્યું, ગત વર્ષ શિક્ષિકા આપઘાત કેસમાં સાયચા સખ્સોની સંડોવણી સામે આવતા એસપીએ આ કેસમાં અંગત રસ લઇ સાયચા બંધુઓને પ્રથમ વખત કાયદાનું ભાન કરાવ્યું, આ ગેંગના સામ્રાજ્યને નાબુદ કરતા સરકારે તંત્રને છૂટો દોર આપ્યો, વહીવટી પ્રસાસન- મહાનગરપાલિકા અને પોલીસે સાથે મળી સાયચા ગેંગ દ્વારા કરાયેલ દબાણો પર તૂટી પડવા ઓપરેશન હાથ ધર્યું, ઓપ્રેશન ડીમોલીશન,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here