જામનગર: પ્રતિબંધિત પીરોટન ટાપુ પર પરિવારને લઇ જતો ટંડેલ પકડાયો

0
2450

જામનગર: કચ્છના અખાતમાં આવેલ પીરોટન ટાપુ પર ગેર કાયદે અવરજવર અને અવૈધ ધાર્મિક બાંધકામો થતા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી રહી છે. ત્યારે બેડી જુના બંદર પરથી પીરોટન ટાપુ પર જઈ રહેલ ટંડેલ અને તેના પરિવાર સાથેની બોટને બેડી મરીન પોલીસે પકડી પાડી છે. પોલીસે બોટ ધારક સામે ફરિયાદ નોંધી  છે. આ તમામ સખ્સો દરિયા જાફરી નામની બોટમાં બેસી પીરોટન ટાપુ પર આવેલ દરગાહે સલામ ભરવા અને ટાપુ પર ફરવા જતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત પીરોટન ટાપુ પર જવું હોય તો મરીન ફોરેસ્ટની મજુરી લેવી પડતી હોય છે. 

જામનગર અને કચ્છ વચ્ચેના કચ્છના અખાતમાં આવેલ  પીરોટન ટાપુ પ્રવાશીઓ માટે આકર્ષણનું સ્થળ બન્યું છે. વર્ષો પૂર્વે અહી પ્રવાસીઓની ભારે ભીડ જામતી હતી. જો કે સવેદનશીલ વિસ્તાર અને દરિયાઈ વિસ્તારમાં થતી દેશદ્રોહી અને અસામાજિક પ્રવૃત્તિને લઈને તંત્ર દ્વારા પીરોટન ટાપુ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને મરીન નેશનલ પાર્કના આ વિસ્તાર માટે મરીન ફોરેસ્ટ તંત્રની મંજુરી ફરજીયાત બનાવી છે. પ્રતિબંધિત આ ટાપુ પર ગેર કાયદે આવાગમન કરી અમુક ચોક્કસ સખ્સો દ્વારા ધાર્મિક બાંધકામ પણ ઉભા કરી દેવાયા હતા.

તંત્રએ આ બાબતે આંખ આડા કાન કરતા વર્તમાન સમયમાં સ્થતિ સ્ફોટક બની છે. આ ધાર્મિક સ્થળો પરની આસ્થા અર્થે અનેક સખ્સો અહી ગેરકાયદે પ્રવાસ કરે છે. ત્યારે જુના બંદર પરથી એક બોટ પીરોટન ટાપુ તરફ રવાના થઇ હોવાની મરીન પોલીસને ચોક્કસ હકીકત મળતા પીલીસે બંદર પહોચી બોટને રોકાવી લીધી હતી. બેડી વિસ્તારમાં રજાનગરમાં રહેતા  જાફર અબ્દુલ કકલની દરિયા જાફરી નામની બોટમાં બેસી ટંડેલના પરીવારના અન્ય સભ્યો નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગરની પુર્વ મંજુરી મેળવ્યા વગર, પીરોટન ટાપુએ દરગાહે સલામ ભરવા તથા ટાપુ ઉપર ફરવા જતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે બોટ માલિક સામે કલેકટરના જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here