જામનગર: ફોટા-વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી પ્રેમીએ યુવતીને બોલાવી, પછી??

0
1111

જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં , પીડીતા દ્વારા 181 માં ફોન કરી મદદ માંગેલ ને જણાવેલ છેલ્લા સાત માસથી તેઓ પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા બાદમાં પીડીતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે અને અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરે છે ને પૈસા માંગે છે આજે 1500 રૂપિયા લઈને બોલાવેલ છે એસટી બસ સ્ટેન્ડ પાછળ તેથી મદદની જરૂર છે

આવી જાણ થતાં જ તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીશ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહાેચી યુવતીને આશ્વાશન આપવામા આવેલ અને કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે જણાવેલ કે તેને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબર જસ્તી સબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલી ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે આજે યુવકે મળવા બોલાવેલ હોય 1500 રૂપિયા સાથે લઈને આવવા જણાવેલ હોય પરંતુ પીડિતાને ડર હોય કે યુવકને 181 ટિમ વિશે જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે તેથી ૧૮૧ ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાય ગઇ હતી

ત્યારબાદ યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં સમજણ આપેલ તેમજ ફોન માંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરવા ભવિષ્યમાં ક્યારે યુવતી ને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અન ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતાને હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ પરંતુ પીડિતા યુવકને કાયદાનું ભાન કરાવવા ઈચ્છતા હોય અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવેલ. આમ 181 ટીમ દ્વારા સૂજબુજ સાથે કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી અને પીડિતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here