જામનગરમાં નાની ઉમરથી જ બાંધકામના વ્યવસાયમાં જંપલાવી મોટું નામ કમાયેલ એક યુવા બિલ્ડર ઘર ઓફીસથી ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે. પખવાડિયા ઉપરાંત સમયથી ગુમ થયેલ યુવા સભ્યની પરિવાર વાટ જોઈ રહ્યો છે. બે માસુમ બાળકીના પિતા કેમ ગુમ થયા ? જેનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી પણ યુવાન મળી આવ્યે તમામ વિગતો બહાર આવશે. બિલ્ડર ગુમને લઈને હાલ શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ શરુ થઇ છે.
જામનગરમાં યુવા બિલ્ડર ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા નીલેશ ભીખુભાઈ અસવાર નામના ૪૨ વર્ષીય બિલ્ડર પોતાની ઓફીસથી ઘરે નહિ ફર્યા હોવાની વિગતો સામે આવી છે. ૧૯ દિવસ પૂર્વે એટલે કે ૨૦ જાન્યુઆરીના દિવસે સવારે પોતાના ઘરેથી ઓફીસ જવા નીકળ્યા બાદ નીલેશભાઈ ઘરે પરત ફર્યા નથી. રાત સુધી ઘરે નહી આવતા પરિવારજનોએ પરિજનનો મોબાઈલથી સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. ગુમ થયાના બીજા જ દિવસથી પરિવારજનોએ નીલેશભાઈની શોધખોળ શરુ કરી હતી. બહોળો મિત્ર વર્તુળ ધરાવતા નીલેશભાઈના તમામ મિત્રો સુધી પરિવારજનોએ પૂછા કરી હતી પરંતુ કોઈ પરિણામ સામે આવ્યું ન હતું. બે પુત્રીઓના પિતા એવા નીલેશભાઈના ગુમ થવા પાછળ કોઈ સબળ કારણ પણ બહાર આવયુ નથી. નીલેશભાઈના પત્નીએ સીટી બી ડીવીજન પોલીસમાં પતિ ગુમ થયાની નોંધ લખવી છે. પોલીસે આ નોંધના આધારે શોધખોળ શરુ કરી છે.