જામનગર: પ્રાઈવેટ નોકરી કરવા માંગતી યુવતીને પરિવારે ના પાડતા જ…

0
641

જામનગર: જામનગર નજીક ઢીંચડા ગામે રહેતા એક પરિવારની ૧૯ વર્ષીય યુવતીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે. ખાનગી નોકરી કરવા ઇચ્છતી યુવતીને તેના જ પરિવારના સભ્યોએ ખાનગી નોકરી કરવાની ના પાડતા તેણીને લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હતું.

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં તાલુકાના ઢીંચડા ગામે રહેતી ૧૯ વર્ષીય મંજુલાબેન કટેસિયા નામની યુવતીએ ગત તા. ૦૫/૦૧/૨૦૨૪ના રોજ રાત્રે ઝેરી દવા પી આઘાત કરવાનો પ્રયાસ કરતા તેણીના પરિવારજનોએ તેણીને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં લાંબી સારવાર બાદ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ગઇ તારીખ ૦૫/૦૧/૨૪ ના રોજ ઢિંચડા ગામે ઘરે રાત્રીના સાડા આઠેક વાગ્યે જમતા હતા ત્યારે તેણીએ પરિવારના સભ્યો સમક્ષ ખાનગી નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં ઘરના સભ્યોએ ખાનગી નોકરી કરવાની ના પાડી હતી. જો કે સરકારી નોકરી મળે તો સરકારી નોકરી કરવાની હા પાડી હતી. આ બાબતને લઈને મૃતકને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પ્રયાસ બાદ જીજી હોસ્પિટલ ખસેડાયેલ તેણીનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે બેડી મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here