જામનગર: આહીરાણીઓના ઐતિહાસીક મહારાસના આયોજન પૂર્વેનું આયોજન,

0
781

જામનગર: ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ અગામી તા.૨૩ અને ૨૪ ડીસેમ્બરના રોજ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ હજાર પૂર્વેનો ઈતિહાસ ફરી જીવંત કરવાના હાર્દ અને સામાજીક એક્તૃત્વ વધુ પ્રબળ બને એ હેતુથી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસના આયોજનના ભાગરૂપે સમગ્ર રાજ્યના ૨૪ જિલ્લાઓમાંથી ૩૭ હજાર આહીરાણીઓએ ‘મહારાસ’માં ભાગ લેવા નામ નોધણી કરાવી છે.


દસ દિવસ બાદ ૩૭ હજાર આહીરાણીઓ એક સાથે મહારાસ રમી નવો કીર્તીમાન સ્થાપશે, આ કાર્યક્રમની અંતિમ તૈયારીના ભાગ રૂપે આજે જામનગર આહીર કન્યા છાત્રાલય ખાતે રાજ્યભરના આહીર આગેવાનો-યુવાનો અને કાર્યકરોની તેમજ શહેરના આહીર સમાજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મધ્ય-ઉતર દક્ષીણ રાજ્યના ૨૪ જિલ્લાઓમાંથી યુવાનો-કાર્યકરો-આગેવાનો હાજર રહ્યા હતા.

આ બંને બેઠકમાં કાર્યક્રમના આયોજન અંગે પાયાથી માંડી છેક અંતિમ ક્ષણ સુધીની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગેવાન-કાર્યકરોના મંતવ્યો-સૂચનો પર પણ ચર્ચાઓ થઇ હતી.આ ઐતિહાસિક કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડે એ હેતુથી સમાજના આગેવાનોએ હાજર યુવાનો-કાર્યકરોનો જુસ્સો વધારી કાર્યક્રમને સફળ બનાવવાના ઉત્સાહને વધાવ્યો હતો. સામે પક્ષે આહીર યુવાઓ અને આગેવાનોએ પણ ખંભેથી ખંભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવવા હુકાર ભણ્યો હતો. આ બેઠકમાં આહીર અગ્રણી ભામાસા ભીખુભાઈ વારોતરીયા, મુળુભાઈ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ, વકીલ વી એચ કનારા, ગોવિંદભાઈ કરમુર, આહીર સમાજ યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયા, લાલાભાઈ ગોરિયા,હિતેશભાઈ ગાગલીયા,રામદેભાઈ કંડોરિયા, હંસરાજભાઈ કંડોરિયા કરશનભાઇ કરમુર તેમજ રાજ્યભરના 24 જિલ્લાના આગેવાન પ્રતિનિધો હાજર રહી આયોજનની સમગ્ર રૂપરેખા ઘડી કાઢી હતી. આ કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય આહીર મહારાસ સંગઠનના બહેનો અને ભાઈઓએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here