‘મુખ્ય મંત્રી કાર્યાલયથી બોલું છું, આમીર અસલમને છોડી મુકવા મારી અંગત ભલામણ છે’

0
2785

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપીને દબોચી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે. લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આરોપીઓનો માસ્તર માઈન્ડ એવા આરોપી અસલમને છોડાવવા નિકુંજ પટેલના નામથી એસપીને ફોન આવ્યો, મુખ્ય મંત્રી કાર્યાલયમાં ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું કહી આ સખ્સે અસલમને છોડી મુકવા અંગત ભલામણ કરી હતી. જેને લઈને પોલીસ હરકતમાં આવી અને જે તે નંબર પરથી ફોન કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં સુરત ખાતેથી ઓન લાઈન ફ્રોડ પ્રકરણના માસ્તર માઈન્ડ ગણાતા આરોપીને પકડી પાડ્યો છે. રાજ્યભરના અનેક લોકોને આર્થિક રીતે સીસામાં ઉતારનાર ટોળકીને ત્રણ વર્ષ પૂર્વે જામનગર પોલીસે પકડી પાડી હતી. અગાઉ આ પ્રકરણમાં પાંચ આરોપીને દબોચી લેવાયા છે જયારે માસ્તર માઈન્ડ એવા આરોપી અસલમ અનવર ગરાણા નામનો સખ્સ તાજેતરમાં પકડાયો છે. જામનગર પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. આરોપીને સુરતથી પકડી પાડ્યા બાદ જામનગર પોલીસ જામનગર આવી ગયા બાદ તા. ૧૦મીના રોજ જામનગર એસપી પ્રેમસુખ ડેલુંના મોબાઈલ નંબર પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો.

જેમાં વાત કરનાર સખ્સે પોતાની ઓળખ નિકુંજ પટેલ તરીકેની આપી  પોતે મુખ્ય મંત્રી કાર્યાલયમાં ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ આ સખ્સે અસલમને છોડી મુકવા અંગત ભલામણ કરી હતી. વોટ્સએપ કોલને લઈને જામનગર એસપીએ તાત્કાલિક રીસીવ થયેલ નંબરની તપાસ કરાવી હતી જેમાં નિકુંજ પટેલ સરકારી અધિકારી નહિ હોવાનું આને માત્ર આરોપીને છોડાવવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે નિકુંજ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. એલસીબીના એએસઆઈ ભરત પટેલે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here