જામનગરના અનેક નાગરિકો સોશ્યલ મીડિયામાં ફેલાયેલ ફર્જીવાળામાં સપડાયા છે. ઓછા રૂપિયામાં લાખો કમાવવાની લાલચ આપી સોશ્યલ મીડીયાના પરદા પાછળ રહેલા સખ્સોએ લાખો રૂપિયા પડાવી લીધા છે. ટીકીટીંગ (ઓન લાઈન જ મુવીની ટીકીટ ખરીદી, ઓન લાઈન રેટિંગ આપવું) નામે લાખો રૂપિયા ઉસેડી ગયેલ સખ્સો પૈકીનો વધુ એક સખ્સ જામનગર સાયબર ક્રાઈમ પોલીસની ગિરફતમાં આવ્યો છે.
અમુક સખ્સોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ પર વર્ક ફ્રોમ હોમના નામે લોભામણી જાહેરાત વહેતી મૂકી હતી. પોતાના ખોટા યુજર નેમ, ખોટા બેંક એકાઉન્ટ બનાવી પેઢી ખોલી હતી. ત્યારબાદ આ સખ્સોએ મુવીની ટીકીટ ખરીદવા અને મુવી રેટિંગનો બિજનેસ કરવામાં લાગી જવા કહ્યું હતું. ઘર બેઠા જ દરરોજ અઢી હજારથી માંડી પાંચ હજાર સુધીની કમાણી કરી આપવાની શોશ્યલ મીડિયાના પેલે પાર રહેલ સખ્સોએ લાલચ આપી હતી. આ સખ્સોની લાલચુ સ્કીમમાં આવી જઈ અનેક નાગરિકોએ પ્રથમ નાની નાની રકમ દાવ પર મૂકી, મુવીની ટીકીટ ખરીદી ‘ટીકીટીંગ’ના નામે વર્ક ફ્રોમ હોમ શરુ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓ નાની રકમ પર એકથી અનેક ગણા રૂપિયા આપ્યા અને પછી મોટી મોટી રકમ રોકવા પ્રેર્યા, જયારે મોટી મોટી રકમની ટીકીટ ખરીદી નાગરિકોએ ટીકીટીંગ કર્યું ત્યારે શોશ્યલ મીડિયાની પેલે પાર રહેલ સખ્સોએ મોટી રકમ પર સરચાર્જના નામે જે રકમ જમા થઇ છે તેના ૫૦ ટકા રકમ એડવાન્સમાં ભરવા કર્હ્યું હતું. જે માયાજાળમાં અનેક નાગરિકો સપડાયા હતા અને લાખો રૂપિયા ચાઉં થઇ ગયા હતા.
ટીકીટીંગ ચીટીંગનો ભોગ બનેલ એક નાગરિક બે માસ પૂર્વે જામનગર સાયબર પોલીસ દફતર પહોચ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સાયબર પોલીસે તપાસ કરી એક સખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે વધુ એક આરોપીને ગઈ કાલે ગોંડલ ખાતેથી પકડી પાડ્યો છે. સુજન દિનેશભાઈ રૈયાણી નામના સખ્સની પોલીસે પૂછપરછ શરુ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ સખ્સોની માયાજાળમાં ખાનગી કંપનીના કર્મચારીઓ અને અનેક પૈસાદાર લાલચુ લોકો સપડાઈ જઈ લાખો રૂપિયા ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે.