જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામે પટેલ ખેડૂતની વાડી વાવતા મધ્યપ્રદેશના શ્રમિક દંપતીએ કોઈ કારણસર ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહ કબજે કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામેથી કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં સીમમા આવેલ બાબુભાઇ નાનજીભાઇ ગલાણીની વાડીની વાડીની ઓરડીમાં રહેતા અને અત્રે જ મજુરી કામ કરતા રામબાઇ કૈલાશભાઇ પ્રતાપભાઇ કનેશ ઉ.વ-૨૦ અને તેના પતી કૈલાશભાઇ પ્રતાપભાઇ કનેશ ઉ.વ-૨૧ રે બંને રહે-ટેમીચા ગામ પટેલ ફળીયું તા-જોબર જી-અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળા બંન્ને એ કોઇપણ કારણોસર આપઘાત કરી લીધો હતો. પોતે ભાગમા રાખેલ બાબુભાઇ નાનજીભાઇ પટેલની વાડીમા રહેલ ઓરડીના પાઇપ સાથે ચુંદડી વડે અને તેના પતીએ ઓરડીમા ખાટલા પર કોઇપણ કારણસર ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાડી માલિકે જાણ કરતા કાલાવડ પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.