ખંભાલીયા ખાતે ધરારનગર વિસ્તારમાં રહેતા એક અનુસુચિત જાતિના યુવાન પર ઝઘડો કરતા બંધુઓ પૈકીના એક સખ્સે જાતિ પ્રત્યે વાણી વિલાસ આચરી છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે મારામારીમાં એક યુવાનને ઈજા પહોચી છે. ગત તા. ૦૯/૦૭/૨૦૨૩ના રોજ રાત્રે અગ્યારેક વાગ્યે ધરાનગર વિસ્તારમાં રહેતો અશોક ભીમાભાઈ ડોરું નામનો યુવાન પોતાના ઘરે પાસે જ આશાપુરા ચોકમાં રહેતા ગંગારામ ગોંડલિયાના બે પુત્રો રાજુભાઈ ઉર્ફે રવિ ગોંડલિયા અને કિશન ગોંડલીયા સામસામે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. બંને ભાઈઓને ઝઘડો કરતા જોઈ અશોક ઉભો રહી ગયો હતો. ત્યારે રવિ ગોંડલિયાએ ઉભા રહેલ અશોક સામે જોઈ જાતી વિરુદ્ધ અપમાનિત કરતા શબ્દો બોલી, બીભત્સ વાણી વિલાસ આચર્યો હતો. અને ઉસ્કેરાઈ જઈ બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, છરી વડે હુમલો કરી છરીનો એક ઘા ડાબી બાજુ પાસળીમા નીચેના ભાગે મારી ઇજા કરી ઈજા પહોચાડી હતી. જેને લઈને અશોકભાઈને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ વધુ દુખાવો થતા તેઓને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઘાયલ યુવાને મારામારી, એટ્રોસિટી સહિતની જુદી જુદી ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવતા એસટીએસસી સેલના ડીવાયએસપી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.