જામનગર : અમદાવાદમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ઘર છોડી ચાલી નીકળેલી મહિલાએ ત્રણ દિવસ જામનગરમાં વિતાવ્યા હતા. મહિલા સુરક્ષા વ્યવસ્થા કરતી એજન્સીને જાણ થતા તેઓએ મહિલા નો કબજો સંભાળી અમદાવાદ રહેતા પરિવારને જાણ કરી હતી અને મહિલા – પરિવારનો ભેટો કરાવ્યો હતો.

તા-17/06/2023 ના રોજ એક જાગૃત મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા હોય છે અને તેઓ ખૂબ જ ગભરાયેલા હોય છે તેઓ તેમનું નામ કે એડ્રેસ જણાવતા ના હોય તેથી તેમને મદદની જરૂર છે
કોલ આવતા ની સાથે જ જામનગરની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ મહિલા સાથે કાઉન્સિલિંગ કરેલ કાઉન્સેલિંગ કરતા જણાય કે મહિલા અમદાવાદ જિલ્લાના હોય છે તેઓ તેમના પતિ સાથે ઝઘડો થતાં ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ હોય ,અને તેઓ ચોટીલા આવી પહોંચે મંદિરે દર્શન કરવા આવેલ દર્શનાર્થી સાથે જામનગર આવી ગયેલ હોય ત્યાં તેઓ આજુબાજુના વિસ્તારમાં રહીને એક નાઈટ ગુજારેલું હોય ત્યારબાદ સવારે તેઓ ખીજડીયા બાયપાસ રાજકોટ હાઇવે રસ્તા પર રસ્તા પર બેઠા હોય , તેઓ ખૂબ જ ગભરાયેલા હોય છે અને તેઓ જણાવતા હોય કે હું ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ હોય અને હવે મારે પરત ઘરે જવું નથી અને મારા બાળકોને તમે અહીં જ બોલાવી આપો અને હું મારા બાળકોને લઈને મારું જીવન ગુજારીશ વગેરે જેવું જણાવતા હોય છે ત્યારબાદ મહિલા પાસેથી તેમના પતિ તેમજ તેમના પરિવારના સભ્યોના કોન્ટેક નંબર માંગેલ પરંતુ તેઓ જણાવતા હોય મને મારા પતિ નો કોન્ટેક નંબર યાદ છે પરંતુ હું આપીશ નહીં કેમકે મારે હવે પરત ઘરે જવું નથી ત્યારબાદ કુશળ કાઉન્સિલિંગ થી બે કલાકના લાંબા ગાળા ના કાઉન્સેલિંગ બાદ મહિલાએ તેમના પતિ નો નંબર આપેલ હોય અને ત્યારબાદ મહિલાના પતિને કોલ કરેલ અને અને મહિલાના પતિએ જણાવેલ કે તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોય છે, તેમજ તેઓ નાની નાની વાતમાંથી ગુસ્સે થઈને ઘર છોડીને નીકળી જતા હોય છે અને આ આખરે પણ ત્રણ દિવસથી નીકળી ગયેલ હોય છે અને અમે ગુમ થયેલ ની નોંધ પણ પોલીસ સ્ટેશનમાં આપેલ હોય, મહિલાના પતિને જામનગરનું વ્યવસ્થિત એડ્રેસ જણાવેલ હોય અને વીડિયો કોલ કરીને મહિલાને બતાવેલ હોય ત્યારબાદ તેમના પતિ એ જણાવેલ હોય તેમની ત્રણ દિવસથી સતત શોધ ખોળ કરી રહ્યા છીએ અને તેઓ હાલમાં રાજકોટ, જામનગર ની આસપાસ જ હોય તેથી મહિલાના ભાઈ અને મહિલાના પતિ મહિલાને લેવા માટે આવેલ અને તમે તેણીનો કબજો સોંપ્યો હતો.