સંભવિત બીપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.

સંભવિત વાવાઝોડાના પગલે જામનગરના નવા બંદર, ઓખા બંદર સહિતના સૌરાષ્ટ્રના બંદરો ઉપર ૯ નંબરનું (ગ્રેટ ડેન્જર વોર્નીગ) સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમ બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ઓખા બંદર દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાવાઝોડાની આગાહીના પગલે માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા, સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.