ભાણવડ: બીજાની પત્નીના ફોટા મોબાઈલમાં રાખ્યા, પતિને ખબર પડી

0
1516

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી પાટિયા નજીક બસ સ્ટેશન પાસે એક યુવાન પર માથાભારે શખ્સ સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. એક આરોપીની પત્નીના ફોટા યયવને પોતાના મોબાઈલ ફોનમાં રાખતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે.


આ બનાવ અંગે ભોગગ્રસ્ત રામદે  જેઠાભાઇ પરમાર ઉ.વ.-૧૯ રહે જોષીપરા  હદાભાઇ  ગઢવી ની વાડી મા  તા.ભાનવડ જી.દેવભુમી દ્વારકા વાળાએ આરોપીઓ સીદિયા ભીમા રહે રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા
અને રામકા રાયદે સોલંકી રહે ટીબંડી તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા સામે ભાણવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ નીચે નીચે મુજબ છે,
ગઇ તારીખ ૦૩/૦૮/૨૦૨૩ ના કલાક નવ વગ્યા ની આશપાશ હુ મારા ઘરે થી મોડપર બસ સ્ટેડ ની બાજુમા મશાલો ખાવા ગયો હતો ત્યારે મારા ફોન પર મારા કુટુંબી મામા સીદીયા ભીમા લાડક રહે રાણપર ગામ વાળાનો મને ફોન આવેલ અને મને કહેલ કે ભાણેજ તુ કપુરડી પાટીયા થી આગળ ગોવા ભાઇ ની વાડી પાશે પુલિયા થી નીચે ચેક ડેમ બાજુ આવે ત્યા મારી વાડી એ ચા પાણી પીજા જેથી હુ ત્યા વાડીએ જવા માટે નીકળેલ ત્યા રસ્તામા ગોવા ભાઇ ની વાડી પસે પુલ પાશે પોહચતા ત્યા આ બને ત્યા ઉભેલ હોઇ અને અમે ત્રનેય સિદિયા ની વાડીયે ચા પિવા જતા હોઇ ત્યા આગડ રસ્તા મા ચેક ડેમ પાસે રામકાએ મને કહેલ કે તુ મારી પત્નીના ફોટા મોબાઇલ મા શા માટે રાખે છે. જેથી મે તેને કહેલ કે તે મારી પત્નીના ફોટા મોબાઇલ મા રાખ્યા એટલે મે તારી પત્નીના ફોટા મોબાઇલ મા રાખેલ આમ કહેતા રામકો એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાડો બોલી આપેલ અને કહેવા લાગેલ કે મારી પત્નીના ફોટા રાખ્યા તો સારાવાટ નહી રહે જોવા જેવી થાશે અને હવે મારી પત્નીના ફોટા રાખ્યા તો તારી ખેર નથી આમ કહીને તે ખુબ ઉશકેરાઇ ગયેલ અને સીદીયો પણ મને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપવા લાગેલ અને રામકા રાયદે મને ઢીકા પાટુ નો મુંઢ માર મારવા લાગેલ અને રામકાએ મને છરી બાતાવી મને કહેલ કે હવે ફોટા તારા મોબાઇલમા રાખીયા તો જાન થી મારી નાખીશ આમ કહતા હુ તેને હાથે પગે લાગવા લાગેલ અને ભાઇ ચારા કરવા લાગેલ જેથીતે બન્ને ત્યાથી જતા રહેલ જેથી હુ ત્યા થી રોડ પર ગોવાભાઇ ના બગીચા પાસે આવેલ ને મે મારા માતા ને ફોન કરી ને આ બનાવ બાબત ની વાત કરેલ મારા માતા થોડીવાર બાદ ત્યા રોડ પર આવેલ ત્યાથી મારા માતા સાથે હું અમારા ઘરે જતો રહયો હતો.

આ ફરીયાદ મોડી કરવાનુ કારણ એ છે કે આ સિદિયા ભીમા ખુબજ માથેભારે જનુની સ્વભાવ ના હોઇ અને મને મારી નાખવાની ધમકી આપેલ હોઇ જેથી હુ ડરી ગયેલ હોઇ અને મારા ને હિમંત આપતા આજ હુ ફરીયાદ કરવા માટે મારા પીતા જેઠાભાઇ પુંજાભાઇ સાથે ફરીયાદ કરવા આવેલ છીએ. આ મુજબની ફરિયાદ યુવાને આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here